Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા હોસ્પિટલમાં બે મહિનામાં 25,086 OPD દર્દીઓ:મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં નિઃશુલ્ક સારવાર, મોરારિબાપુના આશીર્વાદથી હોસ્પિટલનું લોકાર્પણ

    एक दिन पहले

    અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલે શરૂઆતના બે મહિનામાં જ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 14 જુલાઈ સુધીમાં, હોસ્પિટલમાં 25,086 દર્દીઓએ જનરલ ઓપીડી વિભાગમાં નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે. આ હોસ્પિટલ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોરારિબાપુના આશીર્વાદથી આ હોસ્પિટલનું લોકાર્પણ 13 મે, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલ ખુલ્લી મુકાઈ હતી. તે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ સમાજના લોકોને સંપૂર્ણ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. હોસ્પિટલ શરૂ થયાના બે મહિનામાં વિવિધ વિભાગોમાં અપાયેલી નિઃશુલ્ક સારવારના આંકડા નીચે મુજબ છે: જનરલ ઓપીડી દર્દીઓ: 25,086, ઇમરજન્સી વિભાગ: 448 દર્દીઓ, નાના-મોટા ઓપરેશન: 106, બાળરોગ વિભાગ: 1,447 દર્દીઓ, ડાયાલિસિસ: 50 દર્દીઓ, લેબોરેટરી ટેસ્ટ: 10,030, ભોજનાલયનો લાભ: 12,222 લોકો, એડમિટ દર્દીઓ: આશરે 300. હોસ્પિટલમાં અનેક જટિલ ઓપરેશનો અને ગંભીર હાલતમાં આવેલા સેંકડો દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના ડોકટરોની સેવા, પૂજ્ય મોરારિબાપુના આશીર્વાદ અને દાતા પરિવારના સતત સહયોગથી આ સેવા કાર્ય સફળતાપૂર્વક આગળ વધી રહ્યું હોવાનું સંચાલન દ્વારા જણાવાયું છે. રાજુલા શહેરના ભેરાઈ રોડ પર આવેલી આ આધુનિક નિઃશુલ્ક હોસ્પિટલ રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. કોસ્ટલ દરિયાઈ બેલ્ટમાંથી પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં સૌથી મોટી આધુનિક અને મફત સારવાર આપતી હોસ્પિટલ તરીકે તે ધમધમી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Looking for love, finding fraud: How AI makes matrimony scams harder to spot
    Next Article
    ભરૂચ પાલિકાની સભામાં વિપક્ષનો વિરોધ:બે મહિનાની ખેંચતાણ બાદ પ્રથમ સામાન્ય સભામાં ગરમાવો, સમિતિ ચેરમેન જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment