Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાગામમાં રિલાયન્સના આર્થિક સહયોગથી આધુનિક ગૌશાળા કાર્યરત:ઉદ્યોગ અને ગ્રામ પંચાયતના સમન્વયથી પશુકલ્યાણની ઉત્કૃષ્ટ પહેલ

    1 day ago

    લાલપુર તાલુકાના નવાગામ ખાતે રિલાયન્સ કંપનીના સહયોગથી એક આધુનિક અને સુવિધાસભર ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગૌશાળા ગૌવંશને સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ પૂરું પાડશે. ગૌશાળામાં ગાયો માટે વિવિધ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉનાળાની ગરમી તેમજ મચ્છર અને માખીના ત્રાસથી ગાયોને બચાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પંખાની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગૌવંશના આરોગ્ય, સ્વચ્છતા અને સંરક્ષણને પ્રાથમિકતા આપતી આ પહેલ ગ્રામ પંચાયત અને રિલાયન્સ કંપનીના સામાજિક સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. આ સુવિધાઓથી ગાયોની યોગ્ય સંભાળ રાખવામાં સરળતા રહેશે અને પશુકલ્યાણને પ્રોત્સાહન મળશે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આ કામગીરીને આવકારવામાં આવી રહી છે. ગૌસેવાના આ પ્રયાસની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મર્સિડીઝની 8 કન્સ્ટ્રક્ટર્સ જીત અને હેમિલ્ટનના 6 ખિતાબ:300 સેન્સર અને AI ટેકનોલોજીથી મર્સિડીઝ બની ફોર્મ્યુલા-1ની સૌથી સફળ ટીમ
    Next Article
    NEET UGનું પરિણામ જાહેર:સૌરાષ્ટ્રમાં જામનગરના મિહિર પટેલે 690 અને મિશ્વા રામાણી 681 માર્ક્સ સાથે બાજી મારી, પ્રશિલ મકવાણા 675 માર્ક્સ સાથે રાજકોટ ફર્સ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment