Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET UGનું પરિણામ જાહેર:સૌરાષ્ટ્રમાં જામનગરના મિહિર પટેલે 690 અને મિશ્વા રામાણી 681 માર્ક્સ સાથે બાજી મારી, પ્રશિલ મકવાણા 675 માર્ક્સ સાથે રાજકોટ ફર્સ્ટ

    1 day ago

    ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEETની પરીક્ષા 21 જૂનના લેવામાં આવી હતી જેનું આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રની અંદર જામનગરના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ બાજી મારી છે. જામનગરના મિહિર પટેલએ 720માંથી 690 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે જયારે બીજા નંબરે જામનગરની જ વિદ્યાર્થીની મિશ્વા રામાણીએ 681 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. જયારે રાજકોટમાં પ્રથમ ક્રમે 675 માર્ક્સ સાથે પ્રશિલ મકવાણા અને બીજા ક્રમે કેવલ ટાંકએ 673 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગરના મિહિર પટેલ ઓલ ઇન્ડિયામાં 114માં ક્રમે ઉતીર્ણ થયા છે જયારે મિશ્વા રામાણી ઓલ ઇન્ડિયામાં 247માં ક્રમે ઉતીર્ણ થયા છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર અને ઓલ ઇન્ડિયામાં 114મોં રેન્ક હાસિલ કરનાર જામનગરના મિહિર પટેલએ જણાવ્યું હતું કે, આજે NEET UGનું પરિણામ આવ્યું છે જેમાં મેં 720માંથી 690 માર્ક્સ મેળવ્યા છે સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ એ મારા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. મારા માતાપિતા અને મારી મોટી બહેન પણ ડોક્ટર છે માટે નાનપણથી જ મને પરિવારમાંથી ડોક્ટર બનવાની પ્રેરણા મળી છે. મેં કોઈ કોચિંગ ક્લાસ નથી કર્યા પરંતુ નિયમિત મોદી સ્કૂલમાં અભ્યાસ અર્થે જતો હતો અને સતત મહેનત કરતો હતો જેના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે. દરેક વિદ્યાર્થીને એ જ કહેવા માંગુ છું કે, મોટું સપનું જોવું જોઈએ અને તેના માટે મહેનત પણ કરવી જોઈએ ક્યારે હિંમત ન હારવી જોઈએ મેહનત કરવાથી સફળતા જરૂર મળે જ છે. જયારે રાજકોટના પ્રશિલ મકવાણાએ જણાવ્યું હતું કે, 720માંથી 675 માર્ક્સ સાથે હું રાજકોટમાં ફર્સ્ટ આવ્યો છું. શાળામાં સતત અભ્યાસ અને ડેટુડ઼ે અભ્યાસનું રીવીઝન, અલગ અલગ સમયે ટેસ્ટ આપી છે અને સતત એક જ ફોક્સ સાથે અભ્યાસ કરતો રહ્યો હતો. હું ધોરણ 6માં આવ્યો ત્યારથી જ ડોક્ટર બનાવ માટે નક્કી કર્યું હતું અને આજે મેં આટલા સારા માર્ક્સ સાથે NEET UG પાસ કરી છે માટે આગળ ડોક્ટર બની લોકોની સેવા કરી મારુ સપનું સાકાર કરીશ. NEET UGનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં 720 માંથી અનરિઝર્વડ અને EWS કેટેગરીનું 213, OBC,SC અને ST કેટેગરીનું 212-177 કટઓફ રહ્યું છે. એટલે કે 555થી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શકશે જ્યારે 515થી 520 માર્કસથી વધુ મેળવનારા વિદ્યાર્થીઓને GMERSમાં એડમિશન મેળવી શકે તેવી ધારણા છે. આ ઉપરાંત 515થી ઓછા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને ખાનગી કોલેજમાં એડમિશન મેળવવું પડશે.
    Click here to Read More
    Previous Article
    નવાગામમાં રિલાયન્સના આર્થિક સહયોગથી આધુનિક ગૌશાળા કાર્યરત:ઉદ્યોગ અને ગ્રામ પંચાયતના સમન્વયથી પશુકલ્યાણની ઉત્કૃષ્ટ પહેલ
    Next Article
    Punjab Paddy Yields At Risk Amid 28% Rain Deficit, Rise In Cultivation Costs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment