Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોર્ટલ-સર્વરની ખામી વચ્ચે ટોકન સિસ્ટમ અમલમાં, નોંધણી જરૂરી:કચ્છ સહિતના કરદાતાઓને રાહત, જીએસટી અપીલ પ્રક્રિયા બનશે સરળ

    13 घंटे पहले

    કચ્છ જિલ્લો તેના વિશાળ ભૌગોલિક વિસ્તાર અને ઝડપથી વિકસતા ઔદ્યોગિક કેન્દ્રો માટે જાણીતો છે. જેમ જેમ વેપાર અને ઉદ્યોગનો વ્યાપ વધ્યો છે, તેમ જીએસટી સંબંધિત પ્રશ્નો અને કાયદાકીય અપીલોની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. તાજેતરમાં જીએસટી પોર્ટલ પર સર્વર ડાઉન રહેવાની અને ટેકનિકલ ખામીઓની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેના કારણે સમયસર અપીલ ફાઈલ ન કરી શકનારા કરદાતાઓની સુવિધા માટે જીએસટી ટ્રિબ્યુનલએ નવી ડિજિટલ ટોકન સિસ્ટમને મંજૂરી આપી હતી. અપીલ ફાઈલ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા હોય છે. જો 31 જુલાઈ સુધીમાં અપીલ ફાઈલ ન થાય, તો કાયદાકીય રીતે મુદત પૂરી થઈ જાય છે અને કરદાતાઓએ માંફીની અરજી સાથે અરજી કરવી પડે છે, કયારેક ન્યાયથી વંચિત રહી જાય છે. પોર્ટલની ખામી કે સર્વર ડાઉન હોવાને કારણે પોતાની અપીલ સબમિટ ન કરી શકતા હોય, તો તેઓ માત્ર પોતાની ‘અપીલ કરવાની ઈચ્છા’ ઓનલાઈન નોંધીને ટોકન મેળવી શકશે. ટોકન લેવા પોર્ટલના હોમ પેજ અથવા અપીલ માટેની લિંક પર જઇ વિગતો ભરવી. ઓર્ડર ઓનલાઈન થયેલો હોય, તો તેનો એપ્લિકેશન રેફરન્સ નંબર અથવા ચલાન રેફરન્સ નંબર નાખવાનો રહેશે. GST ટ્રિબ્યુનલમાં ટોકન સિસ્ટમ રાહત જીએસટી હેઠળ કોઈપણ ઓર્ડર સામે સૌપ્રથમ વિવાદ ‘પહેલી અપીલ ઓથોરિટી’ સમક્ષ કરાય છે. ત્યાં પણ રાહત ન મળે તો બીજી અપીલ ‘જીએસટી ટ્રિબ્યુનલ’માં થાય છે. જીએસટી અમલમાં આવ્યા બાદ હવે ટ્રિબ્યુનલ કાર્યરત થતાં છેલ્લા નવ વર્ષના આવા કેસોની મોટી સંખ્યામાં અપીલો બાકી છે. તેથી બીજી અપીલ ટ્રિબ્યુનલ સમક્ષની સમયમર્યાદા 30 જૂનથી વધારી 31 જુલાઈ કરાઈ છે. કરદાતાઓને વધુ સમય મળે અને પોર્ટલ પર એકસાથે ભાર ન આવે તે માટે ટોકન સિસ્ટમ શરૂ કરાઈ છે. 31 જુલાઈ પહેલાં ટોકન મેળવી, તે ટોકન મેળવ્યાના 60 દિવસમાં અપીલ કરવાની રહેશે. ટ્રિબ્યુનલ હકીગતો ફેક્ટ અંગે નિર્ણય લેતી અંતિમ અપીલ સત્તા હોવાથી અપીલનું ડ્રાફ્ટિંગ સાવધાનીપૂર્વક કરવું જરૂરી છે. > દીપ કોરડીયા-સી.એ.
    Click here to Read More
    Previous Article
    સ્પર્ધા માટે કુલ રૂ. 5 કરોડનું ઇનામ ભંડોળ જાહેર:ભુજના રિજનલ સાયન્સ સેન્ટરે રોબોફેસ્ટ ગુજરાત 6.0 માટે શરૂ થઈ માર્ગદર્શન વ્યવસ્થા
    Next Article
    Kanpur: ₹45 करोड़ में बना सरकारी अस्पताल अब तक चालू क्यों नहीं हुआ? |Uttar Pradesh |Ground Report |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment