Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતરેથી પરત ફરતી વેળા અકસ્માત:બેડકુવા નજીક બાઈક પાછળ અન્ય બાઈક ભટાકાતા સરપંચ પતિ ગંભીર

    5 days ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા ગામ નજીક મંગળવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેડકુવા ગામના મહિલા સરપંચ ઉકડીબેન ગામીતના પતિ જગુભાઈ ભીલકાભાઈ ગામીત (તા. 14 જુલાઈ) સાંજે 4:30 વાગ્યાના અરસામાં પોતાના ખેતરેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક (નંબર GJ-26-E-2164) પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઘર નજીક વળાંક લેતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક બાઈકે (નંબર GJ-26-AF-1941) તેમને જોરદાર ટક્કર મારી હતી. આ પ્રચંડ અકસ્માતમાં જગુભાઈ રોડ પર પટકાતા તેમના માથાના પાછળના ભાગે તેમજ જમણા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને રસ્તામાં 108 મળતાં જનક સ્મારક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયત વધુ લથડતાં સુરતની બેન્કર્સ હોસ્પિટલમાં રીફર કરાયા છે. હાલ તેઓ બેભાન અવસ્થામાં વેન્ટિલેટર/સારવાર હેઠળ છે. સરપંચ ઉકડીબેને અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 108ની લાપરવાહી,ગોલ્ડન અવરનો વેડફાટ કટોકટીના સમયે સિસ્ટમ ફેલ અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં પડેલા જગુભાઈ માટે સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પરંતુ કટોકટીની ક્ષણોમાં એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા પરિવારે સમય બગાડ્યા વિના ખાનગી વાહનમાં દર્દીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. જો સમયસર ઈમરજન્સી સેવા મળી હોત, તો પ્રાથમિક સારવાર વહેલી મળી શકી હોત.
    Click here to Read More
    Previous Article
    After ‘new kidney or euthanasia’ demand, what Kota administration promised 5 new mothers
    Next Article
    મેઘમહેર:સરસ્વતીમાં 1 ઇંચ અને પાટણમાં પોણા ઇંચ વરસાદ વરસ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment