Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં મતદારયાદી સુધારણા અંતર્ગત મતદાન મથકોના પુનર્ગઠન પર બેઠક:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે ચર્ચા થઈ

    1 day ago

    મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ, તારીખ 01/01/2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી અંગે ચર્ચા કરવા માટે આયોજિત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના મતદાન મથક દીઠ મતદારોની મહત્તમ સંખ્યા 1200 નિર્ધારિત કરવામાં આવી છે. આ વર્ષે મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ઘટાડાને ધ્યાનમાં રાખીને, હાલના મતદાન મથકોની સંખ્યા અને સ્થળોમાં મોટા પાયે ફેરફાર અને ઘટાડો (પુનર્ગઠન) કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત સંદર્ભમાં રાજકીય પક્ષોના સ્થાનિક આગેવાનો અને જનપ્રતિનિધિઓ પાસેથી સલાહ-સૂચનો મેળવવા માટે આ બેઠક યોજી હતી. આ ઉપરાંત, પબ્લિક ડોમેઇન પરથી જાહેર જનતા તરફથી મળેલા સૂચનો પર પણ પારદર્શક રીતે ચર્ચા-વિચારણા કરીને તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં રાજકીય પક્ષો અને આગેવાનો તરફથી મળેલા નવા સૂચિત સ્થળોની તા. 17 અને 18 જુલાઈના રોજ જાત-ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, મહીસાગર જિલ્લાની મતદાન મથકોની સુધારા-વધારા-સ્થળાંતરની તમામ દરખાસ્તોની પ્રાથમિક ચકાસણી રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે તા. 30/07/2026 ના રોજ સવારે 11:00 કલાકે હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા કોલેજમાં NSS ઓરિએન્ટેશન યોજાયું:સામાજિક સેવા થકી રાષ્ટ્ર નિર્માણનો સંદેશ અપાયો
    Next Article
    સરપંચ એસોસિયેશને તલાટીઓની માંગણીઓને ટેકો આપ્યો:હડતાળ કે વિવાદથી ગ્રામીણ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment