Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢની આંગણવાડીઓમાં પ્રકૃતિલક્ષી શિક્ષણ:પ્રાયોગિક પ્રવૃત્તિથી બાળકોની અવલોકન શક્તિ વધશે

    11 hours ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બેડવણ (પ્ર. ઉમરદા) અને જુનવાણ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો માટે પ્રકૃતિલક્ષી શિક્ષણ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. ગોખણપટ્ટીને બદલે બાળકો કુદરતી વાતાવરણમાં પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે તે હેતુથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જુનવાણ આંગણવાડી કેન્દ્રમાં વનસ્પતિના વિવિધ ભાગો સમજાવવા માટે સર્જનાત્મક પદ્ધતિ અપનાવાઈ હતી. જમીન પર અનાજના દાણાની મદદથી ઝાડના મૂળ અને થડની આકૃતિ બનાવાઈ હતી. આ આકૃતિ પર કુદરતી લીલાં પાંદડાં ગોઠવીને બાળકોને જીવંત ઝાડનું નિરૂપણ સમજાવવામાં આવ્યું. લાકડીની મદદથી મૂળ, થડ, ડાળીઓ અને પાંદડાંની ઓળખ કરાવતા બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રવૃત્તિ માત્ર વર્ગખંડ પૂરતી મર્યાદિત ન રહેતા, બાળકોને પ્રકૃતિની નજીક લઈ જઈને વિવિધ વૃક્ષો અને છોડના પાંદડાઓની પ્રત્યક્ષ ઓળખ કરાવાઈ હતી. આ પદ્ધતિ દ્વારા બાળકોમાં અવલોકન શક્તિનો વિકાસ થાય અને શિક્ષણ તેમના માટે કંટાળાજનક બનવાને બદલે આનંદદાયક બને તેવો પ્રયાસ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરાયો હતો. તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આવી અનેક જ્ઞાનવર્ધક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે, જેને વાલીઓ અને ગ્રામજનો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચાઈલ્ડ હેલ્પલાઈને બાળકીને શાળાએ પરત લાવી:કાઉન્સેલિંગ દ્વારા બાળકીનો ડર દૂર કરાયો
    Next Article
    Samay Raina’s India’s Got Latent tops OTT rankings with 38.5M views, surpasses Dhurandhar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment