Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાઈલ્ડ હેલ્પલાઈને બાળકીને શાળાએ પરત લાવી:કાઉન્સેલિંગ દ્વારા બાળકીનો ડર દૂર કરાયો

    10 hours ago

    તાપી જિલ્લામાં ચાઈલ્ડ હેલ્પલાઈન 109+8ની ટીમે એક સંવેદનશીલ કામગીરી કરીને ડ્રોપઆઉટ થયેલી બાળકીને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી છે. એક સરકારી શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતી બાળકી છેલ્લા 10-15 દિવસથી શાળાએ જવાનું ટાળતી હતી, જેને હેલ્પલાઈનની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સમજાવી હતી. બાળકી ઘરથી દૂર એકાંતમાં સમય વિતાવતી હોવાથી ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે પ્રેમભર્યો અભિગમ અપનાવી તેનો વિશ્વાસ જીત્યો હતો. ટીમ દ્વારા બાળકી, વાલીઓ અને શિક્ષકો સાથે ત્રિપાંખીયો સંવાદ અને કાઉન્સેલિંગ યોજવામાં આવ્યું હતું. આ પ્રયાસો સફળ રહેતા બાળકીએ બીજા જ દિવસથી ઉત્સાહ સાથે ફરી શાળાએ જવાનું શરૂ કર્યું હતું. 'બેક ટુ સ્કૂલ' અભિયાન સફળતાપૂર્વક કાર્યરતતાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર "બેક ટુ સ્કૂલ" અભિયાનને સાર્થક કરવા સતત સક્રિય છે. જિલ્લાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે તંત્ર દ્વારા આ પ્રકારની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેની સ્થાનિક સ્તરે વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં DDOએ સમીક્ષા બેઠક યોજી:વેરા વસૂલાત અને સરકારી મિલકતો અંગે ચર્ચા
    Next Article
    સોનગઢની આંગણવાડીઓમાં પ્રકૃતિલક્ષી શિક્ષણ:પ્રાયોગિક પ્રવૃત્તિથી બાળકોની અવલોકન શક્તિ વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment