Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રામાં હાથીઓને પગ બાંધીને લાવવામાં આવ્યા:ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રના રથ સરસપુર પહોંચ્યા, મંદિર પાસે એક વ્યક્તિ બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા

    1 day ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. ભગવાનના ત્રણેય રથ હાલ સરસપુર પહોંચ્યા છે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. સાથે ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી પણ છે. ભગવાન ભક્તોના દ્વારે પહોંચ્યા ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. રથયાત્રા નિયત સમયથી એક કલાક મોડી ચાલી રહી છે અને ગોકળગાયની ગતિથી આગળ વધી રહી છે. હાલમાં ત્રણેય રથ સરસપુર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર લોકો હાજર જોવા મળી રહ્યા છે, જ્યારે AMCના કર્મચારીઓ આ જોખમી સ્થિતિમાં ગાયબ છે. રથયાત્રાની તસવીર
    Click here to Read More
    Previous Article
    Falling slab kills 21-year-old in Uttarakhand tunnel 3 years after dramatic rescue of 41 workers
    Next Article
    સુરેન્દ્રનગરના SPએ ત્રણ દીકરીઓની શાળાની ફી ભરી:આર્થિક તંગીથી પીડિત પરિવારને મદદ કરી, 'પોલીસ પ્રજાનો સાચો મિત્ર' સૂત્રને સાર્થક કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment