Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પદ્મનાભ મંદિરે હાઈમાસ્ક વિજ પોલનું લોકાર્પણ:પૂર્વ પ્રમુખ દામિનીબેન પ્રજાપતિ પરિવારે અર્પણ કર્યો

    22 hours ago

    પાટણમાં અષાઢી બીજના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભજી મંદિર ખાતે હાઈમાસ્ક વિજ પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ અને તેમના પરિવાર દ્વારા આ વિજ પોલનું નિર્માણ કરાવી મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી પદ્મનાભજીના સન્મુખ આરતી ઉતારીને આ હાઈમાસ્ક વિજ પોલનું લોકાર્પણ કરાયું હતું. શ્રી પદ્મનાભ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી અને દશરથભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત સમાજ આગેવાનોએ દાતા દામિનીબેન પ્રજાપતિ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભગવાન શ્રી પદ્મનાભજી અને શ્રી જગન્નાથજીના આશીર્વાદ પાઠવ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જય હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં 25 શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારનો લાભ:પાંચ વર્ષની સેવા પૂર્ણ થતાં કચ્છી નવા વર્ષે આદેશ અપાયા
    Next Article
    ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યા:લોખંડી સુરક્ષા વચ્ચે 42મી રથયાત્રાનો મંગલ પ્રારંભ, સાંજે 7.30 કલાકે નિજ મંદિર પરત ફરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment