Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જય રણછોડ માખણચોર'નો નાદ ગુંજી ઉઠ્યો:રાજકોટનાં જગન્નાથજી મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ, રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ, સાંસદ, મેયર અને ધારાસભ્ય સહિતનાં હાજર

    2 days ago

    રાજકોટ : આજરોજ અષાઢી બીજનાં તહેવાર નિમિતે શહેરમાં જુદી-જુદી રથયાત્રાઓ યોજાઈ હતી. જેમાં મુખ્ય નાનામૌવા ખાતેથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો ભાવભેર જોડાયા હતા. અને 'જય રણછોડ માખણચોર'નો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ રથયાત્રામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો. નેહલ શુક્લ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. સવારે 8.30 વાગ્યે આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે દિવસભર 22 કિમીના રૂટમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરશે. અને ભગવાન નગરચર્યા કરશે. આ તકે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસે કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આ રથયાત્રાનાં રથની વિશેષતા છે કે, તેમાં પ્રથમ રથમાં બલભદ્ર, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં ભગવાન જગન્નનાથ બિરાજમાન થયા છે. જે ભાવિકો મંદિર આવતા નથી તેમને ભગવાન સામે ચાલીને દર્શન આપે છે. અને ભગવાનના દર્શન માત્રથી લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય છે. જો રથના દોરડા ખેંચે તેના હાથની અશુભ રેખાઓ શુભ રેખામાં પરિવર્તન પામે છે. રથમાં ભગવાનનું દિવ્ય રૂપ જોવા મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 19 વર્ષથી આ રથયાત્રા યોજાય છે. રથની ઉપર ધ્વજા પંચરંગી ધ્વજા હોય છે. ધ્વજા લહેરાય એટલે લોકોના જીવનમાં સુખ- સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાનની અસીમ કૃપાથી આ વર્ષે રથયાત્રા યોજાઇ છે. તેમજ અત્યાર સુધીમાં એક પણ વિઘ્ન આવ્યું નથી. બધા જ રાજકોટવાસીઓ પર ભગવાન કૃપાદ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના છે. રથયાત્રાનો 22 કિલોમીટરનો રૂટ છે અને નિજ મંદિરમાં ભગવાન પરત આવે ત્યારે મહાઆરતી કરવામાં આવશે. બધી જ જગ્યાએ રથયાત્રા થાય છે. પરંતુ રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે, તેમાં સાધુ-સંતો અને લોકો કરતબો દેખાડશે. રાસ-મંડળી ભગવાન કૃષ્ણએ કરી છે એ લીલા આખા શહેરમાં કરતી જોવા મળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી સવારે 8-30 કલાકે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો છે. જેમાં ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજીક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા છે. નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થયેલી આ રથયાત્રા વૃંદાવન સોસાયટી, નીલ-દા- ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થશે. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે. રથયાત્રામાં પોલીસનાં 1800 જવાનો ખડેપગે રથયાત્રાને લઈ શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષા સંબંધી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રઆ થયાત્રાના રૂટ ઉપરની દરેક નાની-મોટી હિલચાલ ઉપર તીક્ષ્ણ નજર રાખવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થામાં 4 ડીસીપી, 6 એસીપી, 23 પીઆઈ અને 91 પીએસઆઈની સાથે 900 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાશે. આ ઉપરાંત હોમગાર્ડ, એસઆરપી (SRP) અને ટીઆરબી (TRB) ના જવાનો સહિત કુલ 1800 થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. લોકલ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમ પોલીસની ટીમો પણ બંદોબસ્તમાં સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 41મી વિધિવત રથયાત્રાનો આસ્થાભેર પ્રારંભ:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ "છેડાપોરા" અને "પહિન્દ" વિધિ કરી કરાવ્યું પ્રસ્થાન, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદ સાથે ભાવેણું ગુંજયું
    Next Article
    MRPL Shares Jump 11% After Strong Q1; Weekly Rally Offset Monthly Losses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment