Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાના કારોબારી ઈકબાલખાનની અટકાયત:ભુજની પાલારા જેલ ભેગો કરાયો, જૂનાગઢમાં ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયેલો રીઢા ગુનેગાર

    14 hours ago

    ​યુવાનોને નશાના ખપ્પરમાં હોમનાર અને નશાનો કાળો કારોબાર કરતા તત્વો સામે જૂનાગઢમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાર્કોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદે વ્યાપારને અટકાવવા માટે એક રીઢા આરોપીની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આ શખસને તુરંત જ ભુજની પાલારા જેલ હવાલે કરી દેવાયો છે. યુવાધનને નશાની બદીથી દૂર રાખવા અને રાષ્ટ્રને થતું નુકસાન અટકાવવા માટે આ કડક પગલાં લેવાયા છે. અગાઉ પણ જૂનાગઢમાં કરોડો રૂપિયાનો નશા યુક્ત પદાર્થ પકડીને અનેક આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે, ત્યારે વધુ એક નશાના વેપારી સામે આ કાર્યવાહી થઈ છે. નશાનો કાળો કારોબાર કરનારનો SOGએ રિપોર્ટ તૈયાર કર્યો હતો ​આ સમગ્ર કડક કાર્યવાહી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી છે. અગાઉ માદક પદાર્થો સાથે પકડાયેલા ગુનેગારો સામે કડક દરખાસ્ત તૈયાર કરવાની સૂચના મળતા જ સ્થાનિક એસ.ઓ.જી. ટીમ દ્વારા સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે ગાંધીનગર CID ક્રાઈમના પોલીસ મહાનિર્દેશક દ્વારા આ કાયદાની કલમ 3 હેઠળ અટકાયતનો હુકમ અને વોરન્ટ બહાર પાડવામાં આવતા જ આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી. 3 ગંભીર ગુના નોંધાયેલા, ભુજ જેલ હવાલે કરાયો ​પકડાયેલા આ આરોપીનું નામ ઈકબાલખાન અશરફખાન પઠાણ છે અને તેની ઉંમર 40 વર્ષ છે. તે મજૂરી કામ કરતો હોવાનું બહાર આવ્યું છે અને જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં અશોકબાગ નર્સરીની સામે, જમાલવાડી ખાતે રહે છે. આ આરોપીનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે અને તેની સામે અગાઉ જૂનાગઢ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    'બાબુ' બેકાબૂ બન્યો હતો તે જગ્યાએ હાથી પહોંચ્યા:આ વર્ષે ગજરાજ સ્ક્વોડ, અમુક હાથીના પગ બાંધેલા, ઉપર સર્વેલન્સ કેમેરા; અઢી કલાકથી રથ મંદિરની બહાર
    Next Article
    Sohail Khan reveals he wanted to name son Ram Khan; Seema Sajdeh had other plans

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment