Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાટકમાં ઘરમાં ડોક્ટરની હત્યા, પુત્ર ઘાયલ મળ્યો:પત્ની પણ ડોક્ટર; પરિવારને કહ્યું હતું- પતિ સૂઈ રહ્યા છે, પછી કહ્યું- બહાર ગયા છે

    16 hours ago

    કર્ણાટકના ધારવાડમાં બુધવારે 45 વર્ષીય ડોક્ટર (એનેસ્થેસિયા નિષ્ણાત) કિરણ હોન્નન્નાવરની તેમના ફ્લેટમાં હત્યા કરવામાં આવી. તેમનો 8 વર્ષનો પુત્ર છરીના ઘા સાથે ઘાયલ મળ્યો. બાળકનો એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે ડોક્ટરની પત્ની પ્રિયંકાને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધી છે. પ્રિયંકા આંખોની ડોક્ટર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના એક હાઈ-સિક્યોરિટી એપાર્ટમેન્ટમાં બની હતી, જેમાં ડોક્ટર કિરણ તેમની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. પ્રાથમિક તપાસમાં કોઈ બહારની વ્યક્તિના ફ્લેટમાં ઘૂસવાના પુરાવા મળ્યા નથી. ઘટના સમયે ઘરમાં માત્ર પતિ, પત્ની અને તેમનો પુત્ર હાજર હતા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ડો. કિરણના પરિવારજનો આખો દિવસ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા. છતાં વાત થઈ શકી નહીં. સ્વજનો ફોન કરતા રહ્યા, પત્ની અલગ-અલગ જવાબો આપતી રહી પોલીસના જણાવ્યા અનુસાર, પત્ની પ્રિયંકાએ સાસરિયાઓને પહેલા કહ્યું કે પતિ આરામ કરી રહ્યા છે, બાદમાં જણાવ્યું કે તેઓ બહાર ગયા છે. સાંજ સુધી વાત ન થતાં સ્વજનો ફ્લેટ પર પહોંચ્યા. ત્યાં ડો. કિરણ એક રૂમમાં લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યા, જ્યારે બીજા રૂમમાં તેમનો દીકરો ઘાયલ હાલતમાં પડ્યો હતો. પોલીસે બાળકને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યો. ડો. કિરણના સ્વજનોએ હત્યા માટે તેમની પત્ની પર આરોપ લગાવ્યો છે, પરંતુ પોલીસે હજુ સુધી તેમની ભૂમિકાની પુષ્ટિ કરી નથી. આ મામલે સબઅર્બન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું- પત્ની આઘાતમાં છે, વારંવાર નિવેદન બદલી રહી છે હુબળી-ધારવાડના પોલીસ કમિશનર એન. શશિકુમારે જણાવ્યું કે ઘટના કયા ક્રમમાં બની તે હજુ સ્પષ્ટ થયું નથી. પત્ની આઘાતમાં છે અને પૂછપરછ દરમિયાન અલગ-અલગ નિવેદનો આપી રહી છે. પોલીસ તેના નિવેદનોની તપાસ કરી રહી છે. સાથે જ બંને પરિવારો પાસેથી પણ માહિતી ભેગી કરવામાં આવી રહી છે, જેથી હત્યાનું કારણ જાણી શકાય. પોલીસ એપાર્ટમેન્ટના CCTV ફૂટેજ પણ ચકાસી રહી છે. અધિકારીઓના મતે, પડોશીઓ તરફથી કોઈ વિવાદની માહિતી મળી નથી. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ પછી જ હત્યાનું કારણ અને સમગ્ર ઘટનાનો ક્રમ સ્પષ્ટ થઈ શકશે. પ્રાથમિક તપાસમાં આ મામલો પારિવારિક વિવાદ સાથે જોડાયેલો લાગી રહ્યો છે. પોલીસે બાળકના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મીડિયા રિપોર્ટ્સની પણ પુષ્ટિ કરી નથી. 22 જૂન: બેંગલુરુમાં એન્જિનિયરે માતા-પિતા અને નાની બહેનને માર્યા ધારવાડની ઘટના પહેલા પણ કર્ણાટક એક ચર્ચિત ટ્રિપલ મર્ડર કેસને લઈને ચર્ચામાં રહ્યું હતું. 22 જૂને બેંગલુરુના કેઆર પુરમ વિસ્તારમાં 24 વર્ષની સોફ્ટવેર એન્જિનિયર શ્વેતા એમ. પર તેના માતા-પિતા અને નાની બહેનની હત્યાનો આરોપ લાગ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ ઘટનામાં તેના લિવ-ઇન પાર્ટનર જે. કેનેથની પણ ભૂમિકા હતી. કેનેથની બાદમાં પુડુચેરીથી ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, શ્વેતા અને કેનેથ ઘટના બાદ બાઇકથી પુડુચેરી ભાગી ગયા હતા અને એક હોટલમાં રોકાયા હતા. ભાસ્કર નોલેજ: કર્ણાટકમાં હત્યાના કેસ ઘટ્યા, પરંતુ બેંગલુરુમાં વધ્યા
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 200 અંકનો વધારો:77,350 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક ચઢ્યો; ઓટો અને IT શેર્સમાં વધુ ખરીદી
    Next Article
    'બાબુ' બેકાબૂ બન્યો હતો તે જગ્યાએ હાથી પહોંચ્યા:આ વર્ષે ગજરાજ સ્ક્વોડ, અમુક હાથીના પગ બાંધેલા, ઉપર સર્વેલન્સ કેમેરા; અઢી કલાકથી રથ મંદિરની બહાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment