Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક, રખડતા પશુ, વિમાનના અવાજ, વરસાદી પાણીના પ્રશ્નો ઉઠાવ્યા‎:મોઢેરા રોડની સમસ્યાઓ સામે ઉમિયા સોસાયટીના રહીશના પ્રતીક ઉપવાસ

    1 day ago

    મહેસાણામાં મોઢેરા રોડ વિસ્તારની વિવિધ સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે ઉમિયા સોસાયટીના રહીશ ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ ગુરુવારથી સોસાયટી આગળ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. 23 જુલાઈ સુધી રોજ બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપવાસ કરશે. તેમને મોઢેરા રોડ વિકાસ સમિતિના સતીશભાઈ પટેલ, સુરેશભાઈ ઠાકરે અને જગદીશભાઈ પટેલ સહિત સમર્થન આપી તેમની લડતમાં જોડાયા હતા. ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું કે, મોઢેરા રોડને આઇકોનિક રોડ બનાવવાની કામગીરીને કારણે રસ્તો સાંકડો બન્યો છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું. રખડતા પશુઓના કારણે કોઈ નાગરિકને ગંભીર ઇજા થાય અથવા મૃત્યુ થાય તો પરિવારને મનપા વળતર આપે. આ ઉપરાંત, તાલીમી વિમાનો દ્વારા વહેલી સવારથી મોડી રાત સુધી કરવામાં આવતા ઉડ્ડયનના કારણે ધ્વનિ પ્રદૂષણ અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો હોવાથી ઉડ્ડયનનો સમય નિશ્ચિત કરવામાં આવે તેવી માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    શબ્દોની શરણાર્થી: સોમાલી કવયિત્રી વારસાન શિરેનો અવાજ:કોઇ વ્યક્તિ પોતાનું ઘર ત્યારે જ છોડે છે જ્યારે તે ઘર તેની માટે ખતરનાક બની જાય
    Next Article
    ‘England fell in trap of fear’: Oliver Kahn, Robbie Fowler slam Tuchel’s tactics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment