Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દોની શરણાર્થી: સોમાલી કવયિત્રી વારસાન શિરેનો અવાજ:કોઇ વ્યક્તિ પોતાનું ઘર ત્યારે જ છોડે છે જ્યારે તે ઘર તેની માટે ખતરનાક બની જાય

    1 day ago

    10 વરસ પહેલા સોમાલીયન કવયિત્રી વારસાન શિરેની એક કવિતાની આ પંક્તિ ક્યાંક વાંચવામાં આવી. વાંચીને અમુક ક્ષણો માટે મગજ અને દિલ સુન્ન થઈ ગયા. પેટમાં ચુંથારો થવા માંડ્યો, જે લાગણી અને આઘાત દંતકથા સમાન અભિનેત્રી વહુપી ગોલ્ડબર્ગ ની હોલીવુડ ફિલ્મ “The Color Purple” જોઈને થયો હતો કે કોણ છે આ સ્ત્રી જે માનવ મનની સંકુલતા, ગહેરાઈ, ઈચ્છાઓ, એષણાઓ અને આદિમવૃતિને આટલી સચોટ રીતે સમજી ને વ્યક્ત કરી શકે છે?! અમારા જેવા એનઆરઆઈ ગુજરાતી આ કવયિત્રીની એક એક કવિતા, શબ્દો અને લાગણી સાથે તાદાત્મ્ય ના અનુભવે તો જ નવાઈ. છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાનું વતન, દેશ છોડીને વિદેશમાં સ્થાયી થયેલા લોકો માટે ડાયસ્પોરા વિશેષણ જાણીતું બન્યું છે અને ડાયસ્પોરા સાહિત્ય પણ! ગુજરાતીમાં મધુ રાય, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, મનીષા જોશી, શેખાદમ આબુવાલા, પંચમ શુક્લ, આદમ ટંકારવી, અને પન્ના નાયક સહિત ઘણા એ ડાયસ્પોરિક સાહિત્ય રચ્યું છે અને લોકો સુધી પહોંચાડ્યું છે. આપણા શાસ્ત્રોમાં વિવિધ કારણોસર વતન ત્યાગ કરીને સાત સમુંદ્ર પર વસવાની મનાઈ કરવામાં આવતી અને એ વખતે અમુક લોકો સાહસ, ઈચ્છા કે મજબૂરીને કારણે સમુદ્ર ખેડીને અલગ અલગ દેશો, જગ્યાએ વસતા. શરણાર્થીઓની પીડા સમજવાનો દૃષ્ટિકોણ મળ્યો "કોઈ વ્યક્તિ પોતાનું ઘર ત્યારે જ છોડે છે જ્યારે ઘર જ તેની સામે ખતરનાક બની જાય."—આ પંક્તિઓએ વિશ્વભરમાં લાખો લોકો જેમણે એક યા બીજા કારણોસર ખાસ કરીને યુદ્ધ, આંતરિક વિગ્રહ, કુદરતી પ્રકોપ ને કારણે બીજા દેશમાં શરણું લીધું છે એ શરણાર્થીઓની પીડા સમજવાનો નવો દૃષ્ટિકોણ આપ્યો. અને આ શબ્દોની સર્જક છે સોમાલી મૂળની બ્રિટિશ કવયિત્રી વારસાન શિરે. જેમણે કવિતાને માત્ર લાગણી ઓ વ્યક્ત કરવાનું માધ્યમ નહીં પરંતુ પોતાની ઓળખ માટે નો પ્રબળ અવાજ બનાવી દીધો! કેન્યામાં જન્મ, યુકેમાં ઉછેર 1 ઓગસ્ટ, 1988 ના રોજ કેન્યામાં જન્મેલી અને નાની ઉંમરે યુકેમાં આવેલી આ નાજુક નમણી કવિયત્રી અને જેની કવિતાઓએ કેટલાય દિવસ સુધી મને મારા અસ્તિત્વ, મારા સંબંધો, મનુષ્યની વૃત્તિઓ પર વિચારવા મજબૂર કરી દીધી. એ વારસન શિરેના માતા-પિતા સોમાલિયાના હતા પરંતુ સોમાલિયામાં લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધને કારણે તેઓ ને દેશ છોડવો પડ્યો હતો. વારસાન માત્ર એક વર્ષની હતી ત્યારે તેમનો પરિવાર બ્રિટનમાં સ્થાયી થયો. લંડનમાં ઉછરેલી વારસાન માટે ઘર માત્ર એક ભૌગોલિક સ્થળ નહોતું પરંતુ એક એવી લાગણી હતી જેને લાખો સ્થળાંતરિત લોકો સતત શોધતા રહે છે. ખાસ કરીને સ્ત્રીઓ! આગમાં ઝબોળાઇને જેની કવિતાઓ રચાય છે એ વારસાને લંડનની બ્રુનેલ યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન નો અભ્યાસ કર્યો. બાળપણથી જ વાર્તાઓ અને કવિતાઓ તરફ વારસનના આકર્ષણનું કારણ તેમની માતા તેમને સોમાલિયન લોકકથા ઓ સંભળાવતી તે! અને પછી પશ્ચિમી સાહિત્યે તેમની કલ્પનાશક્તિ ને નવી દિશા આપી. આ બંને સંસ્કૃતિઓના સંગમથી તેમની અનોખી લેખન શૈલી વિકસી. સોમાલિયન કાવ્ય પરંપરાથી પ્રભાવિત સોમાલિયન મૌખિક કાવ્ય પરંપરાથી પ્રભાવિત એવી વારસન વર્ષ 2011માં પ્રકાશિત થયેલા તેમના પ્રથમ કાવ્યસંગ્રહ "Teaching My Mother How to Give Birth" થી આંતરરાષ્ટ્રીય સાહિત્ય જગતમાં નવી ઓળખ લઇ ને આવે છે અને રાતોરાત લાખો શરણાર્થીઓના, સ્ત્રીઓનો અવાજ બની જાય છે. આ પુસ્તકમાં માતા-દીકરીના સંબંધો, સ્થળાંતર, મહિલાઓ પર થતા અત્યાચાર, પ્રેમ, ઓળખ અને વિસ્થાપનની વેદનાને અત્યંત સંવેદનશીલ રીતે રજૂ કરતી વારસાન ની કવિતાઓમાં સુંદર ભાષા સાથે કડવી વાસ્તવિકતા પણ જોવા મળે છે. 2013માં લંડનના પ્રથમ "Young Poet Laureate" તરીકે અતિ ગૌરવશાળી સન્માન મેળવનાર વારસન ની કવિતાઓ માં સ્ત્રીઓ, નાની છોકરીઓના જીવનને વિશેષ સ્થાન મળે છે. તેઓ ઘરેલુ હિંસા, યુદ્ધમાં મહિલાઓની સ્થિતિ, માનસિક આઘાત, પ્રેમમાં તૂટેલા સંબંધો અને આત્મસન્માન જેવા વિષયો પર નિર્ભયતાથી લખે છે. વારસનની કવિતાની ખૂબી એ છે કે એમની રચનાઓમાં સ્ત્રીઓને એક અમાપ ઈચ્છા શક્તિ અને લાગણીના ધોધ તરીકે રજૂ કરવામાં આવે છે. પીડા-ઘાવને સંગીતમય રીતે રજૂ કર્યા ઇતિહાસના ઘાવને શબ્દોમાં રજૂ કરનાર વારસાન શિરે અને એની પીડાને, અમેરિકન ગાયિકા બિયોન્સે એ 2016માં પોતાના વિખ્યાત વિઝ્યુઅલ આલ્બમ "Lemonade"માં સંગીતમય રજૂઆતથી અજરામર બનાવી દીધા. વારસન શિરે 2022 માં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહ "Bless the Daughter Raised by a Voice in Her Head" માં, પોતાની આંતરિક યાત્રા, કુટુંબ, માતૃત્વ, જાતીય ઓળખ અને પૂર્વજોની સ્મૃતિઓ વિશે લખીને પોતાના મૂળ સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. અને માટે જ આ પુસ્તક આ પુસ્તક વિવેચકો અને વાચકો બંનેને સરખી રીતે સંવેદનાની ચોટ પહોંચાડે છે! કવિતાઓથી પ્રશ્નોને વાચા આપી જેની કવિતાઓનો અભ્યાસ સાહિત્ય ઉપરાંત શરણાર્થીઓના પ્રશ્નો , યુદ્ધની મહિલાઓ અને બાળકો પર અસર અને માનવાધિકારના અભ્યાસક્રમોમાં પણ થાય છે એવી વારસન શિરે એવી લાગણીઓને અવાજ આપે છે જેને ઘણી વખત દુનિયા સાંભળવા તૈયાર નથી હોતી! પોતાને શરણાર્થી કવયિત્રી નહીં પરંતુ, માનવ મનની અભ્યાસુ તરીકે ઓળખાવવાનું પસંદ કરતી વારસન , સાહિત્યના ઇતિહાસમાં બહુ ઓછી જોવા મળતી એવી સર્જકમાંની એક છે. જેણે પોતાના અંગત અનુભવોને વૈશ્વિક સંવેદનામાં ફેરવી દીધા હોય. પ્રેમ અને નફરતને ખૂબ તીવ્રતાથી અનુભવનાર વારસન ના શબ્દો આજના યુગમાં, જ્યારે દુનિયાભરમાં યુદ્ધો, સ્થળાંતર અને ઓળખ ના પ્રશ્નો વધુ ગંભીર બની રહ્યા છે, ત્યારે વધુ પ્રાસંગિક લાગે છે. લેખક ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં દિલ ફાડીને વ્યક્ત થનાર વોરસન, માટે જ એ એક જગ્યા એ કહે છે, "તને પ્રેમ કરવો એ તો યુદ્ધ પર જવા જેવું છે...!!" યુદ્ધ અને શરણાર્થીઓની અને મનુષ્ય મનમાં રહેલા ખાળ કૂવામાં ડૂબકી મારીને એની ગંદકી અને સારપને વાચા આપનાર વોરશન જેવા નવા, તાજા, સાચ્ચા અવાજની જરૂર આજે છે એટલી ક્યારેય હતી નહીં!
    Click here to Read More
    Previous Article
    Argentina players taunt England with Falkland banner after FIFA World Cup win
    Next Article
    ટ્રાફિક, રખડતા પશુ, વિમાનના અવાજ, વરસાદી પાણીના પ્રશ્નો ઉઠાવ્યા‎:મોઢેરા રોડની સમસ્યાઓ સામે ઉમિયા સોસાયટીના રહીશના પ્રતીક ઉપવાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment