Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા સપ્તાહવ્યાપી વૃક્ષારોપણ અભિયાન:મોડાસાની કોરલ સિટીના રહીશોએ વૃક્ષો વાવી દત્તક લઈ ઉછેર કરવાનો સંકલ્પ કર્યો

    16 hours ago

    સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને ઘટતા હરિયાળા વિસ્તાર વચ્ચે પર્યાવરણ સંરક્ષણની દિશામાં મોડાસાના માલપુર રોડ પર આવેલી કોરલ સિટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી એક વૃક્ષ એક જવાબદારીના સંકલ્પ સાથે 21 ફળાઉ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ હતી કે કોરલ સિટીના રહીશો વૃક્ષારોપણમાં ભાગ લઈને દરેક છોડ દત્તક લઈને તેના ઉછેર અને સંરક્ષણની જવાબદારી સ્વીકારતા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને વૃક્ષોના સંવર્ધન માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃક્ષો માત્ર વાવીને નહીં પરંતુ તેને જીવંત રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા ચાલી રહેલા સપ્તાહવ્યાપી વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સોસાયટી, શાળા, મંદિરમાં વૃક્ષારોપણના અભિયાનનો શુભારંભ કોરલ સિટીમાં કરીને વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સોસાયટીના અજયભાઈ પટેલ જિલ્લા સંયોજક ડૉ. ગિરીશ વેકરીયા,ગાંધીનગર વિભાગ સંયોજક ડૉ. મુકેશ પટેલ, જિલ્લા પ્રચાર પ્રમુખ વૈભવ રાઠોડ, જિલ્લા સહ મહિલા કાર્ય પ્રમુખ હિરલબેન પટેલ, અમિતાબેન માંડલિયા, ડૉ. ગાંગીવાલા તેમજ સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીની ટીમ ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:વાંટડા ટોલટેક્સ પાસેથી લાયસન્સ વગરની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે
    Next Article
    Rs 5 Lakh Paid To NTA Paper-Setter In NEET Leak, 111 Questions Matched: CBI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment