Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:વાંટડા ટોલટેક્સ પાસેથી લાયસન્સ વગરની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

    17 hours ago

    મોડાસાના વાંટડા ટોલટેક્સ પાસેથી એસઓજી અને રૂરલ પોલીસે હાથ ધરેલી સંયુક્ત વાહન ચેકિંગ કામગીરી દરમિયાન શામળાજી નેશનલ હાઈવે તરફથી આવી રહેલી ક્રેટા ગાડીના ચાલક પાસેથી લાઇસન્સ વગરની પિસ્તોલ, 2 મેગેઝીન તેમજ 24 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. રથયાત્રા પૂર્વે મૂળ ઉત્તર પ્રદેશના અને અંકલેશ્વરમાં રહેતા શખ્સ પાસેથી ગેરકાયદે હથિયાર મળી આવતા પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે તેની પાસેથી કુલ ₹ 8.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રથયાત્રાના પવિત્ર તહેવારને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એસ.પી. મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાના ભાગરૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરી અને સ્ટાફ તેમજ મોડાસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. વસાવાએ સ્ટાફ સાથે શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન શામળાજી તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી ક્રેટા ગાડી (નંબર GJ 16 FA 7834)ને અટકાવીને પોલીસે અંદર બેઠેલા શખ્સ અને ગાડીની તલાશી લેતા તેમાંથી લાઇસન્સ વગરની ₹15,000ની કિંમતની પિસ્તોલ તેમજ ₹2,000ની કિંમતના 2 મેગેઝીન અને ₹2,400ની કિંમતના 24 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલો આરોપી સાજીદ કુરેશી મૂળ ઉત્તર પ્રદેશનો અને તે અંકલેશ્વર ખાતે સ્ક્રેપના ધંધાનો વેપારી હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલા આરોપીની વિગત સાજીદ અબ્દુલ રસીદ કુરેશી હસીબ હાફીસ કુરેશી (રહે. મિયાંસરસરાય, જિલ્લો: સંભલ, મોરાદાબાદ, ઉત્તર પ્રદેશ વોન્ટેડ)
    Click here to Read More
    Previous Article
    હાઇવે સુધીનો બે કિમી માર્ગ એક વર્ષથી બિસમાર બન્યો:ન્યૂ મણિનગરના રોડનું કામ બંધ થતાં ધૂળના ગોટેગોટાથી લોકો હેરાન
    Next Article
    સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા સપ્તાહવ્યાપી વૃક્ષારોપણ અભિયાન:મોડાસાની કોરલ સિટીના રહીશોએ વૃક્ષો વાવી દત્તક લઈ ઉછેર કરવાનો સંકલ્પ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment