Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જગન્નાથની રથયાત્રા પૂર્વે મામેરું નીકળ્યું:યજમાન ડો. જયેશ મોદીના નિવાસસ્થાનેથી ધાર્મિક વિધિ સાથે પ્રસ્થાન

    1 day ago

    પાટણમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે બુધવારે સાંજે મામેરું નીકળ્યું હતું. આ મામેરું ભગવાનના યજમાન ડો. જયેશભાઈ મોદીના હિમજા સોસાયટી સ્થિત નિવાસસ્થાનેથી ધાર્મિક વિધિ સાથે પ્રસ્થાન થયું હતું. 'જય રણછોડ, માખણ ચોર'ના ગગનભેદી નાદ સાથે આ પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે યજમાન પરિવાર સહિત તેમના સગા-સંબંધીઓ, સ્નેહીજનો અને મોટી સંખ્યામાં જગન્નાથ ભક્તો જોડાયા હતા. ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યજમાન પરિવારે ભગવાનના મામેરામાં સોના-ચાંદી, હીરા-મોતીના અલંકારો અર્પણ કર્યા હતા. આ ઉપરાંત, સૌપ્રથમવાર ડોલરનો હાર, 500 ગ્રામ ચાંદી, રોકડા રૂ. 1,51,000, મખમલમાંથી તૈયાર કરાયેલા રજવાડી વાઘા, વિદેશી ચોકલેટો, સૂકોમેવો અને વિવિધ પ્રકારના અન્ય અલંકારો પણ શામેલ હતા. ડો. જયેશ મોદીના હિમજા સોસાયટી સ્થિત નિવાસસ્થાનેથી ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે મામેરું પ્રસ્થાન પામ્યું હતું. તે બગવાડા દરવાજા, જુનાગંજ બજાર અને હિંગળાચાચર થઈ ભગવાન જગન્નાથના નિજ મંદિરે પહોંચ્યું હતું. ત્યાં જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા મામેરાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. જયેશભાઈ, તેમના ધર્મપત્ની અલકાબેન અને પરિવારજનોએ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને મામેરું અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    New IRCTC website beta version is now live: Here’s how to access it
    Next Article
    બુટલેગર આરોપી સામે કોર્ટનું કડક વલણ:રેસકોર્સમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા આફ્રીકાનો હસન ઝડપાયો, મારામારી સહિતના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment