Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદી તરફથી મંદિરમાં પ્રસાદી મોકલવામાં આવી:રિવાબા જાડેજાએ જગન્નાથજીના કર્યા દર્શન, વિપક્ષ નેતાઓ દ્વારા કરાયું રથનું પૂજન

    1 day ago

    અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી 149મી ઐતિહાસિક જગન્નાથજી રથયાત્રાને લઈને સમગ્ર નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજી નગરચર્યાએ નીકળે તે પૂર્વે મંદિર પરિસરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીથી ભક્તિમય માહોલ સર્જાયો છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભગવાનના ચરણોમાં વિશેષ પ્રસાદી અર્પણ કરવામાં આવી છે તો બીજી તરફ વિપક્ષના નેતાઓ દ્વારા રથોનું વિધિવત પૂજન કરીને કોમી એકતા અને આસ્થાની પરંપરાને જીવંત રાખવામાં આવી છે. કેરી, જાંબુ અને ડ્રાયફ્રૂટ્સ સહિતની સામગ્રી અર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને દેશના પીએમ બન્યા ત્યાં સુધી દર વર્ષે જગન્નાથજી મંદિરમાં નિયમિત રીતે પ્રસાદી મોકલાવે છે. આ વર્ષે પણ તેમના તરફથી મંદિરમાં પવિત્ર પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. પીએમ મોદી દ્વારા મોકલવામાં આવેલી આ વિશેષ પ્રસાદીમાં ચોમાસાની ઋતુના ફળો જેવા કે કેરી, જાંબુ, કાકડી, સફરજનની સાથે મગ, ચણા અને કિંમતી ડ્રાયફ્રૂટ્સ (સૂકો મેવો) સામેલ હતા. ભગવાનને આ તમામ સામગ્રીનો ભોગ ધરાવીને ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા પણ રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે મંદિરના ગર્ભગૃહમાં ખાસ દર્શનાર્થે પહોંચ્યા હતા. વિપક્ષના નેતાઓએ કર્યું રથોનું પૂજન રથયાત્રા મહોત્સવમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ વર્ષોથી એક અનોખી પરંપરા નિભાવતા આવ્યા છે. પરંપરા અનુસાર અષાઢી બીજના મુખ્ય દિવસે સત્તા પક્ષના નેતા (મુખ્યમંત્રી) દ્વારા સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની 'પહિંદ વિધિ' કરવામાં આવે છે, જ્યારે તેના એક દિવસ પહેલાં વિપક્ષના નેતાઓ દ્વારા રથોનું વિશેષ પૂજન અને પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે. પક્ષ ભલે ગમે તે હોય, પરંતુ આસ્થા અને ધર્મના આ મહાઉત્સવમાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો મનભેદ ભૂલીને ભગવાનના ચરણોમાં સાથે મળીને શીશ નમાવે છે. શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ વર્ષે પણ રથયાત્રાના એક દિવસ પૂર્વે મંદિર પરિસરમાં ત્રણેય રથોની પૂજા વિધિનું ભવ્ય આયોજન કરાયું હતું. આ ધાર્મિક વિધિમાં ભાગ લેવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રવક્તા મનીષ દોશી સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રથોની પૂજા અર્ચના કરી હતી અને ભગવાન જગન્નાથજી સમક્ષ સમગ્ર ગુજરાતની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વહીવટી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરા વાયરસ સામે તંત્ર સજ્જ:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 5 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો, તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે
    Next Article
    वोटर लिस्ट में नाम कटा तो राशन ही नहीं, पासपोर्ट भी ख़तरे में, SIR का असली गेम खुलने लगा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment