Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના અવધ આર્કેડના બેઝમેન્ટમાં ગેરકાયદે બાંધકામો હટાવાયા:5 દુકાનો અને રહેણાંક મકાન ખાલી કરાવી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવાઈ, જોખમી ડીપી મુદ્દે પણ તંત્ર સક્રિય

    6 hours ago

    પાટણ શહેરના અવધ આર્કેડના બેઝમેન્ટમાં પાર્કિંગ માટેની જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનો અને રહેણાંક બાંધકામ સામે નગરપાલિકા તંત્રએ ડિમોલિશનની કામગીરી કરી જગ્યા ખાલી કરાવી છે. પાટણના મુખ્ય બજારમાં આવેલા અવધ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાર્કિંગ માટેની જગ્યા પર મંજૂરી વગર દુકાનો બાંધી તેને ભાડે આપી દેવાઈ હતી. નગરપાલિકાએ તપાસ કરતા કુલ 5 દુકાનો અને 1 રહેણાંક બાંધકામ ગેરકાયદેસર રીતે બનાવાયા હોવાનું જોવા મળ્યું હતું. આ તમામ દબાણો દૂર કરાયા છે. આ ઉપરાંત, બેઝમેન્ટમાં એક વીજ ડીપી પણ મૂકવામાં આવી હતી, જે સુરક્ષા માટે જોખમી છે. જીડીસીઆરના નિયમો મુજબ બેઝમેન્ટમાં આવી કોઈ મંજૂરી મળી શકતી નથી. નગરપાલિકાએ અન્ય કોમ્પ્લેક્સના સંચાલકોને પણ સૂચના આપી છે કે બેઝમેન્ટનો ઉપયોગ ફક્ત પાર્કિંગ માટે જ કરવો. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    From ‘5 lakh’ to ‘10 lakh’: Social media claims fuel counter-mobilisation ahead of CJP protest
    Next Article
    "અગાઉ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ, તોડફોડમાં સમય વ્યતિત કરતા":સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણમંત્રી છાંગાનું વિવાદિત નિવેદન; રાજ્યપાલના હસ્તે 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment