Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીગંગાનગર દુષ્કર્મ વિરોધમાં ભરૂચમાં ન્યાય યાત્રા:દોષિતોને કડક સજાની માગ સાથે રાષ્ટ્રપતિને આવેદનપત્ર અપાયું

    1 day ago

    રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 13 વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસના વિરોધમાં ભરૂચમાં ન્યાય યાત્રા યોજાઈ હતી. વિવિધ સામાજિક સંસ્થાઓ અને મહિલા સંગઠનો દ્વારા આયોજિત આ યાત્રા શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. આ રેલી જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, અંજલિ યોગ ક્લાસ, સ્ત્રી નિકેતન ભરૂચ, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જાયન્ટ ભૃગુ સહેલી ભરૂચ, સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થાન, સખી સહિયર મંડળ સહિતની અનેક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. રેલીમાં પીડિતાને ન્યાય અપાવવા અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી હતી. રેલી સમાપ્ત થયા બાદ જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આવેદનપત્રમાં ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી, પીડિત પરિવારને સુરક્ષા અને સહાય તેમજ મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે કડક કાયદાના અસરકારક અમલીકરણની માંગણી કરવામાં આવી હતી. આયોજકોએ સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ દેશની દીકરીઓની સુરક્ષા અને પીડિતાને ન્યાય અપાવવા માટે લોકશાહી માધ્યમથી અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ઉપસ્થિત નાગરિકોએ પણ મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ અટકાવવા સરકાર દ્વારા વધુ કડક પગલાં ભરવાની માગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બે હૃદયસ્પર્શી કિસ્સા:બે વૃદ્ધા માટે દેવદૂત બની 181 અભયમ ટીમ, એકને આપઘાત કરતા રોક્યા અને બીજા નિરાધારને ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવ્યો
    Next Article
    સરપંચની ટિકીટ જોઈએ તો માલીશ કરવી પડે!:ખાંભા તા.પં.ના ચેરમેનનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, કાર્યકર પાસે મસાજ કરાવી પદનું વચન આપ્યું; ભાજપમાં ખળભળાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment