Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પૂર્વે એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, આનંદનગરનો શખ્સ ઝડપાયો:રાજસ્થાનથી લાવીને ભાણિયા સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો, ત્રણ સામે ગુનો

    1 week ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા પૂર્વે શહેરના આખલોલ જકાતનાકા પાસેથી એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવાતી એક ઇકો કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નારી ચોકડી તરફથી આવતી કારને અટકાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે કુલ ત્રણ શખ્સો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનથી દારૂ લાવીને ભાણિયા સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હોવાનો ખુલાસો થયો છે. 'એમ્બ્યુલન્સ'માંથી વિદેશી દારૂ મળ્યો, 4.14 લાખનો મુ્દ્દામાલ જપ્ત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખલોલ જકાતનાકા પાસે વોચ ગોઠવીને જીજે-27-બીએસ-0936 નંબરની ઇકો કારને રોકી હતી, જેના પર 'ઓમ નર્સિંગ સર્જીકલ કેર હોસ્પિટલ' તથા 'એમ્બ્યુલન્સ' લખેલું હતું. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કારના માલિક કિરણ સહદેવભાઈ મહેતા (રહે. આનંદનગર) નામના શખ્સને ઝડપી લીધો હતો. આ દરોડા દરમિયાન પોલીસે દારૂ, બિયર, ઇકો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4,14,008 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનથી દારૂ લાવીને ભાણિયા સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તે આડોડીયાવાસમાં રહેતા પોતાના ભાણિયા પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હતો. આ ગેરકાયદેસર જથ્થો રાજસ્થાનના આબુ ખાતે રહેતા પ્રકાશ નામના શખ્સ પાસેથી મેળવીને ભાવનગર લાવવામાં આવ્યો હતો. હેરાફેરી દરમિયાન તેનો ભાણિયો પ્રહલાદ દારૂ ભરેલી એમ્બ્યુલન્સની આગળ બાઇક પર પાયલોટિંગ કરી રહ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. 3 સામે ગુનો દાખલ હાલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ ગુનામાં સામેલ અન્ય બે ભાગીદારો સહિત ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    It’s hot, humid and it’s raining: What if we told you the relief may lie in your roof?
    Next Article
    માત્ર 5 હજાર માટે વ્યાજખોરે વિધવા મહિલાને જીવતી સળગાવી:અમદાવાદમાં સારવાર દરમિયાન કરુણ મોત; પીડિતાની મોટી બહેને કહ્યું- અમને સોંપો, અમે ઊભા બજારે સળગાવીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment