Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું પુનરાગમન:ગણદેવી, બીલીમોરા અને ચીખલીમાં ઝાપટાં, ખેડૂતોને રાહત

    1 week ago

    નવસારી જિલ્લામાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં લાંબા સમયથી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગણદેવી, બીલીમોરા અને ચીખલી સહિતના વિસ્તારોમાં ઝાપટાં પડ્યા છે, જેનાથી ખેડૂતોને પણ રાહત મળી છે. આજે દિવસ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. નવસારીના આદિવાસી પંથકોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત, ગણદેવી, બીલીમોરા અને ચીખલી પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં નોંધાયા હતા. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં શીતળ લહેર પ્રસરી ગઈ છે અને તાપમાનમાં ઘટાડો થયો છે. નવસારી શહેરમાં પણ અમીછાંટણા શરૂ થતાં વાતાવરણ સુખદ બન્યું હતું. લાંબા સમય સુધી વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત હતા. ડાંગર સહિતના પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાત હતી. આવા સમયે વરસાદ થતાં ખેતીના પાકને મોટું જીવતદાન મળશે તેવી આશા બંધાઈ છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ આપત્તિ બાદ વરસાદે એક અઠવાડિયાનો વિરામ લીધો હતો, જે હવે પૂરો થયો છે.
    Click here to Read More
    Previous Article
    શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની તપાસ કરવા DEOનો આદેશ:ડમી શાળાઓની ફરિયાદ બાદ શિક્ષણ નિરીક્ષકો સરપ્રાઈઝ ચેકિંગ કરશે, નોંધાયેલા વિદ્યાર્થીઓની પૂરતી હાજરી ન હોય તો કાર્યવાહી થશે
    Next Article
    हाई

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment