Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તાપી કાંઠે હાઈરાઈઝ બિલ્ડીંગોને વહીવટો કરી પરિમશનો આપી':પ્રોજેક્ટ્સમાં ભાજપ નેતાઓની પાર્ટનરશીપ, મોટાભાગના બિલ્ડરો મોદી સાથે ફોટો પડાવવાવાળા, પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ

    1 week ago

    સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ વચ્ચેના નબળા સંકલનને કારણે પ્રજાનો જીવ અધ્ધર થઈ ગયો છે. મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે ત્રણ અલગ-અલગ સ્થળોએ સુરક્ષા પાળો ધસી પડ્યો છે. આ ગંભીર દુર્ઘટના પાછળ માત્ર કુદરતી વરસાદ જ નહીં, પરંતુ તંત્રની લાપરવાહી અને રાજકીય આશીર્વાદથી ધમધમતા ભ્રષ્ટાચારના ગાબડાં જવાબદાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકામાં મોટો રાજકીય રંગ લાગે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. નદી કાંઠે હાઈરાઈઝ બિલ્ડીંગોને પરમિશન આપવામાં બે નંબરથી વહીવટો થયા હોવાનો આપના નેતાએ આક્ષેપ કર્યો છે. AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણનો ગંભીર આક્ષેપ આપના પ્રદેશ સંગઠન મંત્રી અને પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણ તાપી નદી કાંઠે પહોંચ્યા હતા. જ્યાંથી વીડિયો બનાવીને આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સત્તાવાર વટહુકમ અને સુધારા મુજબ, કોઈપણ શહેરની નદી કિનારાથી 150 મીટરની હદમાં પાર્કિંગ સિવાય ચાર માળથી વધુ ઊંચી ઈમારતોને મંજૂરી આપી શકાય નહીં. આમ છતાં, મોટા વરાછામાં તાપી કિનારે આ નિયમોના લીરેલીરા ઉડાડીને અનેક બહુમાળી આલીશાન બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કોર્પોરેટર અને મહેશ અણઘણે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. 'ધોવાણના કારણે બિલ્ડિંગ બેસી જશે, તો જવાબદાર કોણ?' મહેશ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તાપી નદીના કાંઠે પ્રોટેક્શન વોલનું ભારે ધોવાણ થયું છે, માત્ર 10 ફૂટનો રોડ વધે એટલું જ અંતર બાકી રહ્યું છે. તેની બિલકુલ સામે જ તાપીના કાંઠે બે નંબરના પૈસાથી મોટી બિલ્ડિંગો બનાવવાની પરમિશનો આપવામાં આવી છે. આ પરમિશન આપવા કરોડો રૂપિયાના 'મોટા વહીવટો' થયા છે અને ભાજપના નેતાઓ તેમાં સીધી રીતે સંકળાયેલા છે. કેટલાય નેતાઓ તો આ પ્રોજેક્ટ્સમાં પાર્ટનરશીપમાં બેઠા છે! કેટલાક બિલ્ડરો તો મોદી સાથે ફોટો પડાવવા વાળા છે. મારી પાસે સરકારના સત્તાવાર કાગળો છે જે સાબિત કરે છે કે, અહીં 150 મીટરની હદમાં 4 માળથી વધુની મંજૂરી મળી જ ન શકે. જો આ ધોવાણના કારણે બિલ્ડિંગ બેસી જશે, તો સેંકડો માસૂમોના મોતનો જવાબદાર કોણ? લોકો મરશે તો નેતાઓ માત્ર શ્રદ્ધાંજલિ આપશે: મહેશ અણઘણ વધુમાં મહેશ અણઘણે સણસણતો આક્ષેપ કર્યો હતો કે, બીજી એક જગ્યા પર નદી કિનારાના ધોવાણને કારણે તંત્રએ ફૂટપાથ બંધ કરી દીધો છે, પરંતુ તેની બિલકુલ સામે આલીશાન હાઈરાઈઝ બિલ્ડિંગ ઊભી છે. આવી અલગ-અલગ 30 બિલ્ડિંગોને મહાનગરપાલિકાએ કાયદા વિરુદ્ધ જઈને પરમિશનની લહાણી કરી છે. આવનારા સમયમાં જો આ બિલ્ડિંગો ધરાશાયી થશે અને તેમાં રહેતા નિર્દોષ લોકોના જીવ જશે, તો આ નેતાઓ પાસે શ્રદ્ધાંજલિ પાઠવવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. વધુમાં વધુ બે-પાંચ નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાશે. કામગીરી કરવાના બદલે બચાવમાં લગાવી દીધા બેનરો! સમગ્ર મામલામાં પાલિકા અને સિંચાઈ વિભાગે પોતાની નબળાઈઓ છુપાવવા એક નવો જ કિમીયો અપનાવ્યો છે. નદી કિનારે પાળાનું ધોવાણ રોકવાની તાકીદની કામગીરી કરવાને બદલે તંત્ર દ્વારા ત્યાં મોટા-મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. પાલિકા પોતે જ આ બેનરો દ્વારા સ્વીકારી રહી છે કે, પાળો બેસી ગયો છે, જેથી લોકોએ ફૂટપાથ પર ચાલવું નહીં! સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્રએ જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાને બદલે, કાલે સવારે કોઈ અકસ્માત થાય તો પોતાનો બચાવ કરી શકાય તેવા હેતુથી બુદ્ધિનું પ્રદર્શન કરી માત્ર બેનરો લગાવીને સંતોષ માની લીધો છે. એક વર્ષથી મનપા, સિંચાઈ વિભાગ વચ્ચે માત્ર પત્ર વ્યવહાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી કિનારે પાળો બનાવવા માટે સુરત મહાનગરપાલિકા છેલ્લા એક વર્ષથી સિંચાઈ વિભાગને વારંવાર પત્રો લખીને રજૂઆતો કરી રહી હતી. આમ છતાં, સિંચાઈ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. બે સરકારી વિભાગો વચ્ચેના આ કાગળિયા યુદ્ધ અને સંકલનના અભાવનો ભોગ આખરે સુરતની જનતા બનવા જઈ રહી છે. હાલ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, નદી કાંઠે માત્ર 10 ફૂટ રોડ બચ્યો છે, બાકીનો હિસ્સો ધોવાઈ ગયો છે. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ દબાણ લાવી કામ ચાલુ કરાવશે તેવી આશંકા હાલમાં જ આ ગંભીરતાને જોઈને એક તટસ્થ અધિકારીએ આ બિલ્ડિંગોને નોટિસ પાઠવીને કામ રોકાવી દીધું છે. પરંતુ આપ નેતાએ આશંકા વ્યક્ત કરી છે કે, હવે આ જ વિસ્તારના ભાજપના ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ અધિકારીઓ પર આંતરિક દબાણ લાવશે અને ગમે તેમ કરીને આ ગેરકાયદે કામ ફરી શરૂ કરાવશે. જો કોઈ લીગલ વાંધાના કારણે નોટિસ આપી હોય અને હવે જો કામ ફરી ચાલુ થઈ જાય, તો એનો સીધો અર્થ એ થાય કે કાં તો પહેલા આપેલી લીગલ નોટિસ ખોટી હતી અથવા તો હવે જે કામ ચાલુ થશે તે તદ્દન ખોટું અને ભ્રષ્ટાચારથી ખદબદતું હશે. રાજકારણીઓ હંમેશા પોતાના પાપ છુપાવવા દોષનો ટોપલો અધિકારીઓના માથે ઢોળી દેતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    સ્વરા ભાસ્કર સોનમ વાંગચુકને મળવા પહોંચી:સોની રાઝદાન, શબાના આઝમીએ આમરણાંત ઉપવાસ તોડવાની અપીલ કરી, કહ્યું- 'દેશને તમારી જરૂર છે'
    Next Article
    સચિવાલયમાં 28 નવા સેક્શન ઓફિસરના પદોને મંજૂરી:CMO સહિત 26 વિભાગો અને 19 કચેરીઓને વધારાના અધિકારીઓ મળશે, ફાઇલોના નિકાલમાં વધુ ઝડપ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment