Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયમાં 28 નવા સેક્શન ઓફિસરના પદોને મંજૂરી:CMO સહિત 26 વિભાગો અને 19 કચેરીઓને વધારાના અધિકારીઓ મળશે, ફાઇલોના નિકાલમાં વધુ ઝડપ આવશે

    1 week ago

    રાજ્ય સરકારે સચિવાલયના વહીવટી કામકાજને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા સેક્શન ઓફિસર (વર્ગ-2)ના 28 નવા પદોને મંજૂરી આપવામાં આવતા હવે સચિવાલયમાં આ કેડરના કુલ મંજૂર પદોની સંખ્યા 606 પરથી વધીને 634 થઈ ગઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી ફાઇલોનો નિકાલ વધુ ઝડપથી થઈ શકશે અને વિવિધ વિભાગોમાં નીતિગત નિર્ણયોનું અમલીકરણ પણ સમયસર થઈ શકશે. આ નિર્ણયનો લાભ મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સહિત રાજ્ય સરકારના 26 વિભાગો અને 19 કચેરીઓને મળશે. વધારાના કાર્યબળના કારણે વિભાગો વચ્ચે સંકલન વધશે તેમજ નાગરિકોને મળતી સરકારી સેવાઓમાં પણ ઝડપ અને પારદર્શિતા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેડર સ્ટ્રેન્થની સમીક્ષામાં પદો વધારવાનો નિર્ણય કરાયો રાજ્ય સરકાર દ્વારા વધતી વહીવટી જવાબદારીઓ, વિકાસલક્ષી યોજનાઓ અને ફાઇલોના વધતા ભારને ધ્યાનમાં રાખીને સચિવાલયના કેડર સ્ટ્રેન્થની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા બાદ પદોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નિર્ણય પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બની શકે. હંગામી પદો તેમજ ડેપ્યુટેશન રિઝર્વની પણ જોગવાઈ રાજ્ય સરકારે કેટલાક મહત્વના વિભાગો અને કચેરીઓ માટે હંગામી પદો તેમજ ડેપ્યુટેશન રિઝર્વની પણ જોગવાઈ કરી છે. તેમાં મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત તકેદારી પંચ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. વર્ગ-3ને બઢતી આપી સેક્શન ઓફિસર (વર્ગ-2) તરીકે નિયુક્ત કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આ વર્ષે જ સચિવાલય સંવર્ગના 86 નાયબ સેક્શન અધિકારીઓ (વર્ગ-3)ને બઢતી આપી સેક્શન ઓફિસર (વર્ગ-2) તરીકે નિયુક્ત કર્યા છે. નવા પદો અને બઢતીના કારણે સચિવાલયમાં અધિકારીઓની ઉપલબ્ધતા વધશે, જેના કારણે ફાઇલોના નિકાલની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂતી મળશે.
    Click here to Read More
    Previous Article
    'તાપી કાંઠે હાઈરાઈઝ બિલ્ડીંગોને વહીવટો કરી પરિમશનો આપી':પ્રોજેક્ટ્સમાં ભાજપ નેતાઓની પાર્ટનરશીપ, મોટાભાગના બિલ્ડરો મોદી સાથે ફોટો પડાવવાવાળા, પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ
    Next Article
    છારીયા ગામે પશુ આરોગ્ય મેળો યોજાયો:ભારત વિકાસ પરિષદ ગોધરા દ્વારા આયોજન, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ ઉપસ્થિત રહ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment