Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન શુભમન ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો:પગમાં દુખાવો ઉપડતા ફિઝિયોએ ગ્રાઉન્ડની બહાર લઈ જવો પડ્યો; શ્રેયસ અય્યર રનઆઉટ થયો

    20 hours ago

    જો રૂટ અને લિયામ ડૉસનની ફિફ્ટીની ઇનિંગ્સના જોરે ઇંગ્લેન્ડે પહેલી વન-ડેમાં ભારતને 259 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 27.5 ઓવરમાં 160/4 છે. ટીમ તરફથી વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર છે. કેપ્ટન શુભમન ગિલ 80 રને રિટાયર્ડ હર્ટ થયો છે. તેને હેમસ્ટ્રિંગની ઈજા થતા મેદાનની બહાર લઈ જવો પડ્યો છે. સેમ કરને રોહિત શર્મા (11)ને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો, જ્યારે જોફ્રા આર્ચરે વિરાટ કોહલી (5 રન)ને LBW આઉટ કર્યો. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યજમાન ટીમે 61 રન સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ ત્યારબાદ 19 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રૂટ અને ડૉસને છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. રૂટે 76 બોલમાં 76 રન બનાવ્યા હતા. ડૉસને 68 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરારને 2-2 વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેને 1-1 સફળતા મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડૉસન, જોશ ટંગ અને આદિલ રશીદ.
    Click here to Read More
    Previous Article
    IND vs ENG ODI Match Live: England के खिलाफ Bumrah ने रचा इतिहास, Virat-Rohit पर नजर
    Next Article
    અમદાવાદ-ગાંધીનગર વચ્ચે બનશે 12 લેનનો આઈકોનિક બ્રિજ:43 વર્ષ જૂના બ્રિજનો કાયાકલ્પ, સાબરમતી પર ઉભો થશે કેબલ-સ્ટેડ સ્ટ્રક્ચર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment