Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આજે બચી ગયા, હવે સામે મળ્યા તો જાનથી મારી નાખીશું':વડસ્મા ગામે જમીન બાબતની તકરારમાં યુવક અને તેના ભાઈ પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ

    8 hours ago

    મહેસાણા તાલુકાના વડસ્મા ગામે જમીન બાબતે ચાલી રહેલી જૂની તકરારની અદાવતમાં એક યુવક અને તેના ભાઈ પર ચાર શખ્સોએ પાઇપ તથા લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વડસ્મા ગામના ચૌહાણવાસમાં રહેતા અને ખાનગી નોકરી કરતા 28 વર્ષીય વિજયસિંહ ધનાજી બબાજી ખેર નામના યુવકે લાંઘણજ પોલીસ મથકે ચાર સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. જમીન ગીરવે મુકવા અને ખેતર ન ખેડવા બાબતે ટ્રેક્ટર રોક્યું હતું પોલીસ ફરિયાદ અનુસાર, વડસ્મા ગામની સીમમાં આવેલી જમીન બાબતે વિજયસિંહના પિતા ધનાજીને તેમના જ કુટુંબીઓ સાથે લાંબા સમયથી કેસ અને તકરાર ચાલે છે. ઘટનાના દિવસે બપોરના સમયે વિજયસિંહના પિતાએ જમીન ગીરવે મુકવા બાબતે અને ખેતર ન ખેડવા બાબતે સામાવાળાનું ટ્રેક્ટર રોક્યું હતું, જેના લીધે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના સુમારે વિજયસિંહ ગામની હાઈસ્કૂલ સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને જગદીશસિંહ અરજણજી ખેર મળ્યા હતા. વિજયસિંહે પિતા સાથે ઝઘડો કરવા બાબતે પૂછતાં જ જગદીશસિંહ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. વિજયસિંહને માથામાં જગદીશસિંહે પાઇપનો ફટકો મારી દીધો આ દરમિયાન બંને વચ્ચે જપાજપી થતાં જગદીશસિંહ દોડીને પોતાના ઘરેથી લોખંડની પાઇપ લઈ આવ્યા હતા. તેમની સાથે તેમનો પુત્ર રૂતુરાજસિંહ, પત્ની ગીતાબેન અને જયાબેન વિક્રમજી ખેર પણ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. ગીતાબેને વિજયસિંહને પકડી રાખ્યા હતા અને જગદીશસિંહે તેમના માથાના ભાગે પાઇપનો ફટકો મારી દીધો હતો, જેના કારણે વિજયસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. આ બૂમાબૂમ સાંભળી વિજયસિંહના ભાઈ સંજયભાઈ તેમને બચાવવા વચ્ચે પડતાં આરોપી રૂતુરાજસિંહે લાકડી વડે તેમના બંને પગે અને બરડાના ભાગે બેરહેમીપૂર્વક માર માર્યો હતો, જ્યારે જયાબેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આજે તો બચી ગયા છો, હવે સામે મળ્યા તો જાનથી મારી નાખીશું હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ "આજે તો બચી ગયા છો, પણ હવે જો સામે મળ્યા તો જાનથી મારી નાખીશું" તેવી ધમકીઓ આપતા ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત બંને ભાઈઓને તેમના પિતાએ તાત્કાલિક લાંઘણજ સરકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થતાં વિજયસિંહને ટાંકા આવ્યા હતા. સારવાર બાદ વિજયસિંહે આ મામલે જગદીશસિંહ ખેર, રૂતુરાજસિંહ ખેર, ગીતાબેન ખેર અને જયાબેન ખેર વિરૂદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રોહિત પછી કોહલી પણ પેવેલિયન ભેગો થયો:ભારતે બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી; સેમ કરન અને જોફ્રા આર્ચરે વિકેટ લીધી
    Next Article
    મીઠાપુર પોલીસે અધેડ હત્યાનો ભેદ ઉકેલ્યો:જમાઈ સહિત ત્રણ આરોપી ઝડપાયા, પારિવારિક મનદુઃખ કારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment