Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિત પછી કોહલી પણ પેવેલિયન ભેગો થયો:ભારતે બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી; સેમ કરન અને જોફ્રા આર્ચરે વિકેટ લીધી

    18 hours ago

    જો રૂટ અને લિયામ ડૉસનની ફિફ્ટીની ઇનિંગ્સના જોરે ઇંગ્લેન્ડે પહેલી વન-ડેમાં ભારતને 259 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 ઓવરમાં 52/2 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યજમાન ટીમે 61 રન સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ ત્યારબાદ 19 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રૂટ અને ડૉસને છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. રૂટે 76 બોલમાં 76 રન બનાવ્યા હતા. ડૉસને 68 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરારને 2-2 વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેને 1-1 સફળતા મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડૉસન, જોશ ટંગ અને આદિલ રશીદ.
    Click here to Read More
    Previous Article
    China Massive Flood 2026: चीन में बाढ़ का भयानक मंजर! | Xi Jinping | Flash Flood | Rain | Red Alert
    Next Article
    'આજે બચી ગયા, હવે સામે મળ્યા તો જાનથી મારી નાખીશું':વડસ્મા ગામે જમીન બાબતની તકરારમાં યુવક અને તેના ભાઈ પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment