Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે 'નેત્રોત્સવ' વિધિ સંપન્ન:મોસાળમાં ગયેલા ભગવાનને આંખો આવતા આંખો પર મધ લગાવી પટ્ટી બંધાઈ, ગુરુવારે ભગવાન નીકળશે નગરચર્યા

    3 days ago

    રાજ્યની બીજા નંબરની 41 મી રથયાત્રા અષાઢીબીજે નીકળશે આગામી 16 જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા ભાવનગર શહેરના નિયત 17.5 કિમી માર્ગ પર નીકળનારી છે ત્યારે તે પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી, ભુદેવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે આજે શહેરના સુભાષનગર ભગવાનેશ્વર મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી, ગુરુવારના રોજ આંખેથી પટ્ટી ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ અને બહેન સાથે નગરયાત્રાએ નીકળશે. ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે સમગ્ર ભાવનગર નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ છે અખાત્રીજના પવિત્ર દિવસથી શરૂ થયેલી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનનો જળાભિષેક થયા બાદ તેઓ 15 દિવસ માટે મોસાળે પધાર્યા હતા. મોસાળમાં લાડકોડથી સેવા-ચાકરી દરમિયાન ભગવાને ભક્તોના પ્રેમરૂપી ભાવને સ્વીકારીને શરદી અને તાવ જેવી માનવીય લીલાઓ કરી હતી. આજે જેઠ વદ અમાસના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના નિજ મંદિરે પરત ફર્યા છે. વાયકા પ્રમાણે ભગવાન જયારે તેના મોસાળ ગયા હોય છે ત્યારે તે સમયે ત્યાં કેરી- જાંબુ- શીંગ–ગોળ જેવી અનેક સામગ્રીને આરોગતા તેમની આંખો આવી જાય છે.જયારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે ત્યારે તેમની આંખમાં પવન ના લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવી પટ્ટી બાંધવામાં આવી હતી .ત્યાર બાદ ભગવાન જગન્નાથજી–બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારિકા પરત ફરે છે અને ઘરે પરત આવ્યા બાદ અષાઢીબીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે .મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતા ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઇને દ્વારિકા નગરીમાં નીકળે છે જેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએ .જયારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી. આજે મંદિરમાં વિશેષ 'નેત્રોત્સવ' વિધિમાં ભગવાનની આંખોને મધ અને અન્ય ઔષધીય દ્રવ્યો દ્વારા આંજવામાં આવી હતી સાથે જ તેમને સ્વાસ્થ્ય લાભ થાય તે માટે દવાઓ પણ આપવામાં આવી હતી, પ્રણાલિકા મુજબ, ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા છે, જે હવે 16મી જુલાઈએ રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી સમયે ખોલવામાં આવશે., ​નેત્રોત્સવ બાદ 16મી જુલાઈએ વહેલી સવારે મંગળા આરતી સાથે જ ભગવાન જગન્નાથજીના નેત્રો ખુલ્લા થશે અને ત્યારબાદ ભગવાનનો ભોગ ધરાવીને તેઓ ભાવનગરના રાજમાર્ગો પર નગરચર્યા કરવા માટે રથમાં બિરાજમાન થઈ નીકળશે., ​આ ભવ્ય રથયાત્રામાં ભાવનગરની તમામ ધર્મપ્રેમી જનતાને ઉમંગ અને ઉલ્લાસભેર પધારવા તથા આ પવિત્ર મહોત્સવનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીની કેન્ટિનની દાળમાં ગરોળી નીકળી:નાવિયાણીમાં ભોજન આરોગ્ય બાદ 10થી વધુ કર્મીઓને ફૂડ પોઈઝનિંગની અસર, મહેસાણાની હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા
    Next Article
    'Zero Occupants, Regular Funding': Auditor Flags Ghost Hostels In Maharashtra

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment