Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથ નજીક આધેડની કરપીણ હત્યા,:વાઘેશ્વરી મંદિર પાસે ત્રણ શખ્સોએ આધેડને છરીના ઘા ઝીંકી પતાવી દીધા, પોલીસે હાથ ધરી તપાસ,ત્રણ શખ્સો પોલીસ સકંજામાં

    16 hours ago

    જુનાગઢના પ્રખ્યાત ભવનાથ વિસ્તારમાં સનસનાટી મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. ભવનાથમાં આવેલા વાઘેશ્વરી મંદિર નજીક અગમ્ય કારણોસર ત્રણ શખ્સોએ એક આધેડ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આધેડને બેરહેમીથી ઢોર માર મારી અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક સાતેક વર્ષથી ભવનાથ વિસ્તારમાં એકલા રહેતા હતા ​આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકની ઓળખ 45 વર્ષીય ભરતભાઈ જીવાભાઈ મકવાણા તરીકે થઈ છે. તેઓ મૂળ ઈશ્વરિયા ગામના વતની હતા અને છેલ્લા સાતેક વર્ષથી ભવનાથ વિસ્તારમાં એકલા રહીને પોતાનું જીવન ગુજારતા હતા. ગત(13 જુલાઈ) મોડી રાત્રે બનેલી આ લોહિયાળ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 'શરીર પર ગંભીર મૂઢ મારના નિશાન અને છરીના ઘા દેખાયા હતા' ​મૃતકના ભાઈ રમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તેમને મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યે પોલીસ તરફથી ફોન આવ્યો હતો કે તેમના ભાઈ સિવિલ હોસ્પિટલમાં છે. આ સાંભળીને પરિવારજનો સવારે હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં જ્યારે તેઓએ ભરતભાઈનો મૃતદેહ જોયો ત્યારે તેમના શરીર પર ગંભીર મૂઢ મારના નિશાન અને છરીના ઘા મારેલા સ્પષ્ટ દેખાતા હતા. ત્રણ શખ્સો પોલીસ સકંજામાં ​પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવતા માગ કરી છે કે આ ઘાતકી હત્યા પાછળ જવાબદાર તમામ આરોપીઓ સામે પોલીસ કડક કાયદેસરની ફરિયાદ નોંધીને કડકમાં કડક પગલાં ભરે. બીજી તરફ પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લઈને શંકાસ્પદ ત્રણ શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો જૂનાગઢમાં વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં 12મેએ સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. જેમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળું કાપીને ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ અને એસપી, DySP સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે દોડી આવ્યો અને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી, 3 વિકલ્પ સાથે આવેદન; મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી'
    Next Article
    Matt Damon To Zendaya, Meet The Star-Studded Cast Of Christopher Nolan's The Odyssey

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment