Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી બાદ દક્ષિણ ગુજરાતમાં ખેડૂત આંદોલનની જ્વાળા:પાવરગ્રીડ લાઇન સામે ઓલપાડના ખેડૂતોએ બાંયો ચડાવી, બજાર કિંમતના ચાર ગણા ભાવ નહીં મળે તો થાંભલા તોડવાની ચીમકી

    8 hours ago

    મોરબી ખાતે ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂળમાં છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ સરકાર અને કંપનીઓ સામે બાંયો ચડાવી દીધી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી પાવરગ્રીડ લાઇનને લઇને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા ધમકી આપી દીધી છે કે જો જમીનનું વળતર બજાર કિંમતના 4 ગણા ભાવ પ્રમાણે નહીં મળે તો ખેડૂતો ખેતરોમાં ઊભા કરેલા પાવરગ્રીડના થાંભલા પણ તોડી નાખશે. ઓલપાડના ખેડૂતો આ મામલે અત્યારે આરપારની લડાઈ લડવા માટે એકદમ આક્રમક વલણ અપનાવી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં હાઇટેન્શન લાઇન સામે ખેડૂતોનો આક્રોશ પાવરગ્રીડની હાઇટેન્શન લાઇનને લઇને લાંબા સમયથી લડત ચલાવતા ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને જમીન માલિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ખેડૂતોએ એકસૂરે સરકારની ખેડૂત વિરોધી નીતિઓને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી પાવરગ્રીડ કંપનીની અલગ-અલગ કુલ 8 મોટી લાઈનો પસાર થનાર છે. આ લાઈનો કોઈ પણ ગામમાંથી અને કોઈ પણ ખેડૂતના ફળદ્રુપ ખેતરોમાંથી જઈ શકે તેમ હોવાથી ખેતી પ્રવૃત્તિને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને કારણે ખેડૂતોનો પિત્તો ગયો છે અને ગામેગામ ભારે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. 'આ વર્તમાન સરકાર માત્ર માલેતુજારો અને ઉદ્યોગપતિઓની સરકાર છે' આ વિરોધ પ્રદર્શન દરમિયાન દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે ખેડૂતોની આગેવાની લેતા તમામ ખેડૂતોને એક થઈને સંગઠિત શક્તિ સાથે લડી લેવાનો રણહુંકાર કર્યો છે. રમેશ પટેલે સરકારની નીતિ રીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વર્તમાન સરકાર માત્ર માલેતુજારો અને ઉદ્યોગપતિઓની સરકાર છે. સરકારની તમામ નીતિઓ ખેડૂત વિરોધી અને માત્ર ઉદ્યોગોને આંધળો લાભ કરાવનારી સાબિત થઈ રહી છે. જો ખેડૂતો અત્યારે જાગૃત થઈને સંગઠિત થઈ વિરોધ નહીં કરે તો આવનારા દિવસો ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ જ કપરા આવવાના છે. 18 જુલાઈએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી લડત શરૂ કરાશે દરમિયાન, ખેડૂતો દ્વારા આગામી દિવસોની ઉગ્ર રણનીતિ નક્કી કરવામાં આવી છે. જે મુજબ આગામી તા. 18 જુલાઈના રોજ બજાર કિંમતના 4 ગણા ભાવ અથવા વળતર આપવાની માગણી સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટો વિરોધ દર્શાવીને એક વિસ્તૃત આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો કલેક્ટર કક્ષાએથી કે સરકાર તરફથી વળતરની રકમમાં યોગ્ય સુધારો કરવામાં નહીં આવે તો આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવશે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જો જોખમાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ગુજરાતમાં આંદોલન ફેલાવવાની અને 4 છાવણીઓ સ્થાપવાની જાહેરાત પાવરગ્રીડ લાઇન સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત આગેવાનોએ માત્ર સુરત કે દક્ષિણ ગુજરાત પૂરતું જ નહીં, પરંતુ આ લડતને આખા ગુજરાત સ્તરે લઈ જવાની સિંહગર્જના કરી છે. આ વિરોધ પ્રદર્શન અને લડત અંતર્ગત રાજ્યભરમાં 4 અલગ-અલગ વ્યૂહાત્મક સ્થળોએ ખાસ ખેડૂત વિરોધ છાવણીઓની સ્થાપના કરવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. આ છાવણીઓ મારફતે પાવરગ્રીડ લાઇનથી પ્રભાવિત થનારા તમામ જિલ્લાના ખેડૂતોને જાગૃત કરીને સરકારની અન્યાયી નીતિઓ સામે એક મોટું જનઆંદોલન ઊભું કરવામાં આવશે. ભૂતકાળમાં પણ અમોએ 'સર' (SIR) અને એક્સપ્રેસ વે સામે સફળ વિરોધ પ્રદર્શનો કરીને ખેડૂતોના હક મેળવ્યા છે તે વાત પણ યાદ કરાવાઈ હતી. થાંભલા તોડી પાડવાની ચીમકી આપી ખેડૂત આગેવાનોએ ભૂતકાળના સફળ ખેડૂત આંદોલનો અને વિરોધ પ્રદર્શનોનો હવાલો આપતા જણાવ્યું હતું કે જમીન સંપાદન સામેના અગાઉના વિરોધને કારણે એક સમયે તત્કાલીન ધારાસભ્યે પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. જો સરકાર ખેડૂતોની આ ન્યાયી માગણીઓ પ્રત્યે ઉદાસીન રહેશે તો આવનારા દિવસોમાં પણ રાજકીય નેતાઓ માટે આવી જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. પાવરગ્રીડ કંપની દ્વારા જો બજાર કિંમતના 4 ગણા ભાવ ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો કોઈપણ સંજોગોમાં કામ ચાલુ થવા દેશે નહીં અને આક્રમક રીતે થાંભલા તોડી પાડવાની ચીમકી પર મક્કમ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં કેન્દ્રીય પેન્શનર્સ એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ:100થી વધુ સુપર સિનિયર સિટિઝનોનું સન્માન કરાયું
    Next Article
    Gujarat ATS News |અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો મોટો પર્દાફાશ|Gujarati Samachar |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment