Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝરીન ખાન પાપારાઝી પર ભડકી, કહ્યું- ફાલતુગીરી ન કરો:'હદમાં રહીને વાત કરો, સહન નહીં કરું'; ફોટોગ્રાફરે કેમેરા સામે ડ્રેસ ટ્રાય કરવાનું કહ્યું

    3 days ago

    બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પાપારાઝી પર ખરાબ રીતે ગુસ્સે થતી જોવા મળી રહી છે. એક બ્રાન્ડ ઇવેન્ટ દરમિયાન ઝરીને પાપારાઝીને ઠપકો આપતા કહ્યું કે મારી સાથે ફાલતુ વાતો ન કરવી. તેણે કડક શબ્દોમાં સામેવાળાને પોતાની હદમાં રહેવાની સલાહ આપી. ઝરીન ખાન મુંબઈમાં એક ક્લોથિંગ બ્રાન્ડના પ્રમોશન ઇવેન્ટમાં પહોંચી હતી. તે લીલા કલરના ડ્રેસ પહેરીને મીડિયાના કેમેરા સામે ડેનિમ જેકેટ અને જીન્સ પ્રદર્શિત કરી રહી હતી. આ દરમિયાન ત્યાં હાજર પાપારાઝીએ તેને કહ્યું કે ડ્રેસ ટ્રાય કરીને બતાવો. એક્ટ્રેસને આ વાત બિલકુલ પસંદ ન આવી. ઝરીન ખાને કહ્યું, "મારી સાથે ફાલતુ વાતો ન કરતાં, કારણ કે હું આવી વસ્તુઓ સહન કરનારાઓમાંની નથી. પોતાની હદમાં રહીને વાત કરવી." આ વાત કહેતા ઝરીનના ચહેરા પર સ્પષ્ટપણે ગુસ્સો જોઈ શકાય છે. તાજેતરમાં નેહા ધૂપિયા પણ આપી ચૂકી છે હિદાયત આ પહેલા ગોલ્ડ સ્ટ્રીમિંગ એવોર્ડ સેરેમનીમાં નેહા ધૂપિયા પાપારાઝી પર ભડકી ગઈ હતી. એક્ટ્રેસ બેક શોટ લેવા અને તેને પોસ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી અને પાપારાઝીને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી. સેરેમનીમાંથી નેહા ધૂપિયા એવોર્ડ લઈને નીકળી રહી હતી. ત્યારે પાપારાઝીએ તેના ગ્રે હેર પર કોમેન્ટ કરી, જેના જવાબમાં ગુસ્સે થતા તેણે કહ્યું છે, ‘બોલી લીધું? કરી લીધું? આ બદતમીઝીથી બેક શોટ તમારામાંથી કોણ લે છે? કોણ લે છે? છાપે છે કોણ? ન કરો. મારું નથી કરવાનું, કોઈનું નથી કરવાનું. બોલી-બોલીને થાકી ગયા છીએ.’ આગળ એક્ટ્રેસે કહ્યું, ‘આ અમારું કામ નથી. અમે બહાર આવીએ છીએ, ત્યારે તમે લોકો ત્યાં આ બધું કરો છો, બેગ ઉઠાવીને, બુક ઉઠાવીને, પાછળથી ચાલતા, આ બધું હવે નહીં ચાલે. બંધ કરો આ બધું. ખૂબ ઇજ્જતથી અમે તમારા લોકો સાથે વાત કરીએ છીએ, આ બધું ન કરો. ન કરો, બિલકુલ આ બધું ન કરો.’ આ એક્ટર્સ પણ પાપારાઝી પર ભડક્યા હતા મલાઈકા અરોરાએ ક્લાસ લીધો હતો થોડા સમય પહેલા જ મલાઈકા અરોરાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી હતી. એક ઇવેન્ટ પછી મલાઈકા એક વ્યક્તિ સાથે વાત કરી રહી હતી, પરંતુ પાપારાઝી પ્રાઇવસી આપવાને બદલે સતત તેનો વીડિયો લઈ રહ્યા હતા. આ જોઈને એક્ટ્રેસ ભડકી ગઈ અને કહ્યું- અહીં જ આવી જાઓ. સલમાન પણ ભડક્યો હતો ગયા મહિને સલમાન ખાન પણ પાપારાઝી પર ભડકી ગયો હતો. તે હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાંથી નીકળતી વખતે પાપારાઝીના અવાજથી એક્ટર ભડકી ગયો હતો. જોકે, પછીથી જ્યારે સલમાન ફિલ્મ રાજા શિવાજીની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યો, ત્યારે બધા પાપારાઝીએ તેમની માફી માંગી હતી. સલમાન જેવા જ પાર્ટીમાં પહોંચ્યા, તેવા જ બધા પેપરાઝીએ તેમને ઘેરી લીધા અને માફી માંગવા લાગ્યા. બધા એકસાથે, "સોરી ભાઈજાન, જોરથી બોલો સોરી", કહેતા દેખાયા. આ પછી સલમાને પણ તેમની માફી કબૂલ કરી લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે જેઠ માસની અમાસ:બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો ને સૂર્યાસ્ત પછી તુલસી ક્યારે દીવો પ્રગટાવો, જાણો કયા-કયા શુભ કાર્યો કરવા
    Next Article
    ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, મહાઆરતીમાં ભક્તોની ભીડ:રથયાત્રાના રૂટ નિરીક્ષણ સમયે હર્ષ સંધવીનું ફૂલ વર્ષાથી સ્વાગત; જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ વિશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment