Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝમાં ટેન્કર પરના હુમલામાં એક ભારતીયનું મોત:અમેરિકાએ સતત ત્રીજી રાતે ઈરાન પર હુમલા કર્યા; ઈરાની બંદરોની ફરી નાકાબંધી કરશે

    1 day ago

    હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરના હુમલાઓમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું છે. UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર, હોર્મુઝમાં ઓમાનના દરિયાઈ ક્ષેત્ર નજીક તેના બે તેલ ટેન્કરો પર ઈરાનની બે ક્રુઝ મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મોમ્બાસા અને અલ બહિયા નામના ટેન્કરો પર થયેલા આ હુમલામાં 8 લોકો પણ ઘાયલ થયા છે. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે સોમવારે ઈરાન પર સતત ત્રીજી રાત હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ હુમલાઓનો ઉદ્દેશ્ય ઈરાની સૈન્ય ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચાડવાનો અને હોર્મુઝ સ્ટ્રેટમાં સામાન્ય નાગરિકો અને કોમર્શિયલ જહાજો પર હુમલા કરવાની તેની ક્ષમતાને નબળી પાડવાનો છે. સાથે જ, CENTCOM એ કહ્યું છે કે મંગળવારથી અમેરિકી નૌકાદળ ઈરાની બંદરોમાં અવરજવર કરતા દરિયાઈ ટ્રાફિકની નાકાબંધી ફરી શરૂ કરશે. જે જહાજો આ નાકાબંધીનું ઉલ્લંઘન નહીં કરે, તેમના માટે પ્રાદેશિક દરિયાઈ માર્ગો પર અવરજવર ચાલુ રહેશે. CENTCOM એ અમેરિકી નાકાબંધીના આ ફાઇલ ફૂટેજ પણ જાહેર કર્યા… છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ 1. ટ્રમ્પની મોટી જાહેરાત - હોર્મુઝથી પસાર થતા જહાજો પર 20% ટેક્સ: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરશે. તેના બદલામાં ત્યાંથી પસાર થતા દરેક કાર્ગો જહાજ પર 20% સુરક્ષા ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે જ ઈરાની જહાજો અને તેના ગ્રાહકો પર નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. 2. અમેરિકાએ ઈરાનના સબમરીન અને નેવલ બેઝ પર હુમલો કર્યો: CENTCOM એ બંદર અબ્બાસ સ્થિત સબમરીન અને નેવલ મેઈન્ટેનન્સ ફેસિલિટી પર સી-ડ્રોનથી હુમલો કર્યો. આ હુમલા દ્વારા ઈરાનની નૌકાદળની સૈન્ય ક્ષમતાને સીધું નિશાન બનાવવામાં આવી છે. 3. ઈરાન બોલ્યું - હોર્મુઝ પરથી કંટ્રોલ નહીં છોડીએ: ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર મોહમ્મદ મોખબરે જણાવ્યું કે તેઓ હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખશે. અમેરિકાની દખલગીરી અને દબાણ સામે તેઓ ક્યારેય ઝૂકશે નહીં. 4. દાવો - રશિયાનું સ્પેશિયલ કમાન્ડ એરક્રાફ્ટ તેહરાન પહોંચ્યું: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાનું ખાસ કમાન્ડ એરક્રાફ્ટ Tu-214PU તેહરાન પહોંચ્યું છે. આ અદ્યતન વિમાનનો ઉપયોગ પરમાણુ કે મોટા યુદ્ધ દરમિયાન રાષ્ટ્રપતિ અને સેનાના હવાઈ કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવે છે. મિડલ ઈસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:વૃષભ અને કર્ક રાશિના પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદો ઉકેલાશે, કન્યા રાશિના સફળતાના દ્વાર ખુલશે
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં ચાંદીપુરાથી હાહાકાર, 11 બાળકોનાં ટપોટપ મોત, ચોમાસું ફરી જામ્યું-18 રાજ્યમાં રેડ એલર્ટ, હોર્મુઝમાં રૂપિયા કમાવાનો ટ્રમ્પનો નવો દાવ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment