Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:વૃષભ અને કર્ક રાશિના પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદો ઉકેલાશે, કન્યા રાશિના સફળતાના દ્વાર ખુલશે

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 14 જુલાઈ 2026, મંગળવારના રોજ જેઠ વદ અમાસ/ અષાઢ સુદ એકમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મિથુન/કર્ક છે. રાહુકાળ સાંજે 04:04થી 05:44 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: અતિશય વ્યસ્તતા અને તણાવમાંથી રાહત મેળવવા માટે થોડો સમય તમારી રુચિના કાર્યોમાં વિતાવો, આનાથી તમે પ્રફુલ્લિત અને ઊર્જાવાન અનુભવશો. જો કોઈ વિવાદિત બાબત ચાલી રહી હોય, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ઘરની સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની ઓનલાઈન શોપિંગમાં પણ સમય પસાર થશે. નેગેટિવ: યુવાનો માટે આ સમય ખૂબ જ સૂઝબૂઝથી પસાર કરવાનો છે. તમારી યોજનાઓ પર પૂરો વિચાર કર્યા પછી જ તેના પર કામ કરો. જાહેર સ્થળો પર કોઈ વિવાદિત સ્થિતિ બની શકે છે. ગુસ્સો અને અહમ જેવી ખામીઓ પર કાબૂ રાખવો જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયિક દૃષ્ટિએ આ સમય સિદ્ધિઓથી ભરેલો છે. ટેક્નોલોજીની બાબતમાં તમારું મગજ ખૂબ જ ઝડપથી કામ કરશે. સ્ટાફ અને કર્મચારીઓનો સહયોગ જળવાઈ રહેશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં તમારું યોગદાન રહેશે. લવ: સુખી વૈવાહિક જીવન રહેશે. પ્રેમ સંબંધોમાં પરસ્પર તાલમેલના અભાવે થોડી ગેરસમજ પણ થઈ શકે છે. એકબીજાની લાગણીઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય: તમારા વિચારોને સકારાત્મક રાખો. વીતી ગયેલી નકારાત્મક વાતો તમારામાં તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. લકી કલર: બદામી લકી નંબર: 2 પોઝિટિવ: આજે દિવસભર સક્રિયતા જળવાઈ રહેશે. કોઈ કામમાં યોગ્ય સફળતા મળવાથી ઉત્સાહ વધુ વધશે, જેનાથી દિવસભરનો થાક પણ ભૂલી જશો. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક ક્ષેત્રે જીત મેળવવાની ઉત્તમ સંભાવનાઓ છે. નેગેટિવ: પિતૃક સંપત્તિ સંબંધિત વિવાદોમાં થોડા તણાવ પછી ઉકેલ મળવાની સંભાવના છે. ધ્યાન રાખો કે કેટલાક લોકો તમારા કામમાં અવરોધ ઊભો કરવા માટે સક્રિય રહેશે, તેથી કોઈની દોરવણી હેઠળ ન આવો. કોઈ બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે, તેથી યોગ્ય બજેટ બનાવીને રાખો. વ્યવસાય: કામકાજમાં ખૂબ જ ગંભીરતા અને એકાગ્રતા રાખવી જરૂરી છે. ફાયદાકારક ઓર્ડર મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ સંબંધિત કાર્યોને પ્રાધાન્ય આપો. નોકરીમાં આજે વધુ પડતા કાર્યભારમાંથી થોડી રાહત મળશે. લવ: પારિવારિક વાતાવરણ મધુર રહેશે. મહેમાનગતિ અને મોજ-મસ્તીમાં પણ સમય પસાર થશે. કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત જૂની યાદોને તાજી કરશે. સ્વાસ્થ્ય: મોસમી પરેશાનીઓ જેમ કે શરદી-ઉધરસ અને એલર્જી જેવી તકલીફ થઈ શકે છે. કુદરતી ઉપચારો પર વધુ ભરોસો રાખો. લકી કલર: પીળો લકી નંબર: 3 પોઝિટિવ: સમય અને ભાગ્ય તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. પરંતુ મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટે કર્મપ્રધાન તો બનવું જ પડશે. તેથી સમય અને તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. પ્રોપર્ટી સંબંધિત યોજના સફળ થવાનો સમય આવી ગયો છે. નેગેટિવ: કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં સંયમ જાળવો અને શાંતિથી ઉકેલ શોધો. ધ્યાન રાખો કે આજે ખર્ચાઓ વધુ થશે, પરંતુ ટૂંક સમયમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે. યુવાનોને મનપસંદ સફળતા ન મળવાને કારણે ધીરજ જાળવી રાખવાની જરૂર છે. વ્યવસાય: વ્યવસાયમાં પૂરતો સમય આપવાની જરૂર છે. સામાન્ય બેદરકારીને કારણે પણ નુકસાન થઈ શકે છે. ભાગીદારી સંબંધિત વ્યવસાયો સફળ રહેશે. કોઈ પણ નિર્ણય હૃદયના બદલે મગજથી લેવો યોગ્ય રહેશે. નોકરીમાં કાર્યભાર વધશે. લવ: દામ્પત્ય જીવન સફળ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: અકસ્માત કે ઈજા થવાની સંભાવના છે. થોડી સાવધાની રાખો. જોખમી કાર્યોથી બચો. લકી કલર: સફેદ લકી નંબર: 9 પોઝિટિવ: સુખદ સમય છે. કોઈ પણ પરેશાનીને સરળતાથી દૂર કરવામાં સફળ રહેશો. સ્થળાંતર સંબંધિત કોઈ યોજના પર ચર્ચા-વિચારણા થઈ શકે છે અથવા તો કોઈ પિતૃક સંપત્તિ સંબંધિત મામલો ઉકેલાવાની યોગ્ય સંભાવના છે. કોઈ નજીકના મિત્રની સલાહ પર અમલ કરવાથી તમને નવો માર્ગ મળી શકે છે. નેગેટિવ: કોઈ સંબંધીની આર્થિક મદદ કરવી પડી શકે છે. તમારી વસ્તુઓની યોગ્ય સંભાળ રાખો. તમારી બેદરકારીથી નુકસાન થવાની આશંકા છે. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત યોજનાઓ શેર ન કરો, અન્યથા કોઈ તમારી આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. વ્યવસાય: વ્યવસાય સંબંધિત કોઈ યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે અને આ યાત્રા મનવાંછિત ફળ આપનારી સાબિત થશે. પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. વ્યવસાય માટે સંઘર્ષ કરી રહેલા યુવાનોને આજે મનપસંદ સફળતા મળશે. લવ: પતિ-પત્ની પરસ્પર તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા યોગ્ય બનાવી રાખે. યુવા વર્ગે વ્યર્થના પ્રેમ સંબંધોમાં સમય બગાડવો નહીં. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ પોતાની દિનચર્યા અને કાર્યશૈલી ખૂબ જ સુવ્યવસ્થિત રાખવી. સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પૂરેપૂરું પાલન કરો. લકી કલર: ગુલાબી લકી નંબર: 4 પોઝિટિવ: દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. તમે મજબૂત મનોબળ દ્વારા તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત કરી લેશો. સાથે જ કોઈ વિશેષ વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. ઘરની દેખરેખમાં પણ તમારું યોગદાન રહેશે. નેગેટિવ: બજેટ કરતાં વધુ ખર્ચ કરવો તમને ચિંતામાં મૂકી શકે છે, તેથી સચેત રહો. બીજાની સલાહ પર શંકા કરવાને બદલે પહેલા તેને સમજવાનો પ્રયત્ન કરો. બિનજરૂરી શંકા સંબંધોમાં કડવાશ ઊભી કરે છે. જો મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારા સ્વાસ્થ્ય અને સામાનનું ધ્યાન રાખો. વ્યવસાય: ધંધામાં કોઈને કોઈ પડકારો ચાલુ રહેશે પરંતુ તમે તમારી યોગ્યતા અને મહેનતથી તેને ઉકેલી શકશો. આયાત-નિકાસ સંબંધિત વેપારમાં ફરીથી ઉત્તમ પરિસ્થિતિઓ બનશે અને યોગ્ય ઓર્ડર મળશે. માર્કેટીંગ સંબંધિત કાર્યોમાં કોઈ પણ વ્યવહાર ખૂબ જ સાવધાનીપૂર્વક કરો. લવ: તમારી પારિવારિક વ્યવસ્થામાં બહારના લોકોની દખલગીરી ન થવા દો. પરિવારના સભ્યોનો પરસ્પર તાલમેલ ઘરમાં સારી વ્યવસ્થા બનાવી રાખશે. સ્વાસ્થ્ય: તણાવ અને થાક જેવી સ્થિતિથી પોતાને બચાવો, કારણ કે આની અસર તમારા સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા પર પડી શકે છે. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી રાહત મળતા તમને તમારામાં માનસિક શાંતિ અને ભરપૂર ઊર્જાનો અનુભવ થશે. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ મળશે. તમારી સફળતાના દ્વાર ખુલવાના છે, જેનાથી તમારી ચિંતા પણ દૂર થશે. નેગેટિવ: તમારા હરીફો પણ સક્રિય થઈ શકે છે, તેથી તેમની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. આર્થિક રીતે કેટલીક મૂંઝવણો અને સમસ્યાઓ આવશે, પરંતુ દરેક મુશ્કેલીનો સામનો તમે નીડરતાથી કરશો અને તેનો ઉકેલ લાવી શકશો. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં વિસ્તરણ સંબંધિત યોજનાઓ અમલમાં મૂકવા માટે સાનુકૂળ સમય છે. આ સમયે આર્થિક પક્ષ પણ મજબૂત રહેશે. પરંતુ વ્યવસાયિક ક્ષેત્રે તમામ નિર્ણયો જાતે જ લો, કોઈની દખલગીરી થવા ન દો. આનાથી કામકાજ વધુ સારું બનશે. લવ: તમારી વ્યસ્તતાને પગલે પરિવારની સંભાળ રાખવામાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મર્યાદા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: આ સમયે વર્તમાન નકારાત્મક વાતાવરણથી પોતાનો બચાવ કરવો જરૂરી છે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે ભરપૂર પ્રયાસ કરો. લકી કલર: લાલ લકી નંબર: 2 પોઝિટિવ: આજે તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ ચિંતામાંથી રાહત મળવાની છે. તમે તમારા સામાજિક સંબંધોને વધુ મજબૂત કરશો. કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી તમને કિંમતી ભેટ પણ મળી શકે છે. ઘરમાં કોઈ સભ્યના લગ્ન માટે સારો સંબંધ આવવાની સંભાવના છે. નેગેટિવ: કોઈ પણ પ્રકારનું કામ બેદરકારીના કારણે અધૂરું ન છોડો, અન્યથા કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પ્રોપર્ટી સંબંધિત કોઈ બાબત હજુ વધુ ગૂંચવાય તેવી આશંકા છે. પરંતુ તણાવ લેવાને બદલે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ પ્રોજેક્ટ અનુભવી વ્યક્તિની મદદથી પૂરો થઈ શકે છે. પરંતુ તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓની ચિંતા ન કરો. સ્ત્રી વર્ગ સાથે જોડાયેલા વ્યવસાયો સફળ રહેશે. વિશેષ કરીને નોકરી કરતી મહિલાઓ માટે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. લવ: ઘરમાં ખુશાલી રહેશે. પરિવાર સાથે મનોરંજનના કાર્યક્રમો બનશે. પ્રેમ સંબંધો પણ મધુર રહેશે. સ્વાસ્થ્ય: કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો. વ્યસ્તતા હોવા છતાં તમારી દિનચર્યા અને ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. લકી કલર: વાદળી લકી નંબર: 1 પોઝિટિવ: પરિવાર સંબંધિત કોઈ યોજનાને અમલમાં મૂકવા માટે સાનુકૂળ સમય છે. તમે તમારી વ્યવહારકુશળતા અને સમજદારી દ્વારા નિર્ધારિત લક્ષ્યના યોગ્ય પરિણામો મેળવવામાં સક્ષમ રહેશો. આજે કોઈ પણ ફોન કોલને અવગણશો નહીં, કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. નેગેટિવ: વગર કારણે કોઈ નાની વાત પર ઘરમાં વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરો. બાળકો પર વધુ પડતી શિસ્ત રાખવી યોગ્ય નથી, આનાથી તેમની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાય: વ્યવસાયિક પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવી પડશે. કન્સલ્ટન્સી સંબંધિત કાર્યો ફાયદાકારક સ્થિતિમાં રહેશે. જો તમે વ્યવસાયમાં કોઈ નવો પ્રયોગ કરવા જઈ રહ્યા હોવ, તો અત્યંત સાવધાની રાખવી પડશે. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે. લવ: ઘર-પરિવાર પ્રત્યે પણ તમારો સહયોગ અને સમર્પણ રાખવું જરૂરી છે. પ્રેમ સંબંધો પ્રત્યે પ્રામાણિક રહો. સ્વાસ્થ્ય: તણાવ, ડિપ્રેશન અને મોસમી બીમારીઓથી બચવા માટે સકારાત્મક રહો. વ્યાયામ તથા ધ્યાન વગેરે માટે થોડો સમય ચોક્કસ કાઢો. લકી કલર: જાંબલી લકી નંબર: 8 પોઝિટિવ: તમારી દિનચર્યામાં કંઈક નવું લાવવા માટે રચનાત્મક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે. તમારા વ્યક્તિત્વને નિખારવાનો પણ પ્રયાસ થશે. પ્રભાવશાળી લોકોનો સાથ મળશે. ઘણી બધી નવી માહિતી પ્રાપ્ત થશે. નેગેટિવ: સકારાત્મક દૃષ્ટિકોણ રાખો અને યોજનાબદ્ધ રીતે તમારા કાર્યો પૂર્ણ કરો. તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે અને આવકના સાધનો પણ મજબૂત થશે. ઘરના કોઈ અવિવાહિત સભ્ય માટે યોગ્ય સંબંધ આવવાની પણ સંભાવના છે. વ્યવસાય: વ્યવસાયિક બાબતોમાં મહેનત વધુ અને પરિણામ ઓછું જેવી સ્થિતિ રહેશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં ધીરજ રાખવી જ યોગ્ય છે. નોકરીમાં પણ કંઈક ને કંઈક મુશ્કેલીઓ ચાલતી રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મધુર સંબંધો રાખો. લવ: પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સુમેળ જળવાઈ રહેશે, આનાથી ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. કસરત અને યોગ આ માટે શ્રેષ્ઠ સારવાર છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 9 પોઝિટિવ: આજે દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. તમે જે પણ કામ કરશો, તે પૂરા જોશથી કરશો અને સારા પરિણામ મેળવશો. સર્જનાત્મક કાર્યોમાં સારો સમય પસાર થશે. કેટલીક વ્યક્તિગત સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ તમે કુશળતાપૂર્વક તેનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. નેગેટિવ: પ્રોપર્ટી વગેરે સંબંધિત કાર્યો માટે ભાગદોડ કરવી પડી શકે છે. કોઈ મિત્ર સાથે ભૂતકાળની વાતોને લઈને મનભેદની સ્થિતિ બની શકે છે, તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો અને નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. ખર્ચ પર પણ કાબૂ રાખવો જરૂરી છે, નહીં તો બજેટ ખોરવાઈ જશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને વિવેકથી હરીફોની ચાલને નિષ્ફળ બનાવવામાં સફળ રહેશો. સ્ટાફ અને કર્મચારીઓના સહયોગથી કોઈ કામ અટકશે નહીં. લક્ષ્ય મેળવવા માટે પ્રયત્નશીલ યુવાનોએ વધુ મહેનત કરવાની જરૂર છે. લવ: પતિ-પત્ની પરસ્પર તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને સુખદ અને શિસ્તબદ્ધ રાખશે. મિત્રો સાથે મળવાનો પ્રોગ્રામ પણ બનશે. સ્વાસ્થ્ય: વ્યસ્તતા હોવા છતાં થોડો સમય તમારા આરામ માટે પણ ચોક્કસ કાઢો. વધુ પડતી મહેનતના કારણે તણાવ અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. લકી કલર: લાલ લકી નંબર: 5 પોઝિટિવ: સંતાનને લઈને ચાલી રહેલી કોઈ યોજના આજે સાકાર થવાની સંભાવના છે. લાભના નવા માર્ગો ખુલશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનો અંત આવશે, જેનાથી માનસિક શાંતિ મળશે. આર્થિક બાબતોમાં લીધેલા નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ સફળ રહેશે. નેગેટિવ: બીજાની બાબતોમાં દખલગીરી ન કરો. ઘરમાં પણ પરિવારના સભ્યો સાથે કોઈ નાની વાતને લઈને ગેરસમજ ઊભી થઈ શકે છે, જેનું કારણ કોઈ બહારની વ્યક્તિની દખલગીરી હશે. વિદ્યાર્થીઓએ નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા મિત્રોની સંગતથી બચવું. વ્યવસાય: ધંધામાં મનવાંછિત પરિણામ ન મળવાથી મન થોડું ચિંતિત રહેશે. આ સમયે તમારી કોઈ એવી વાત સામે આવી શકે છે, જેને તમે ગુપ્ત રાખવા માંગતા હતા. નોકરીયાતોને કોઈ અનિચ્છનીય ઓફિશિયલ પ્રવાસ કરવો પડી શકે છે. લવ: દામ્પત્ય જીવનમાં ચાલી રહેલા મનભેદને સહજતાથી સાથે બેસીને ઉકેલવાથી સંબંધો ફરી ઠીક થઈ જશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: વાહન ચલાવતી વખતે કોઈપણ પ્રકારની બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે છે. વ્યસન અને તણાવ જેવી પરિસ્થિતિઓથી દૂર રહો. લકી કલર: નારંગી લકી નંબર: 2 પોઝિટિવ: આજે દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. પ્રોફેશનલ અભ્યાસ માટે પ્રયત્નશીલ યુવાનોને સારા સમાચાર મળી શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળવાથી આર્થિક સમસ્યા દૂર થશે. પરિવારના સભ્યો સાથે શોપિંગમાં આનંદદાયક સમય પસાર થશે. નેગેટિવ: નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી અંતર રાખો, તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનની અવગણના ન કરો. થોડો સમય બાળકો સાથે પણ ચોક્કસ પસાર કરો. વ્યવસાય: વ્યવસાય સંબંધિત નવું કામ શરૂ કરવા માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી, વર્તમાન કાર્યો પર જ ધ્યાન આપો. જો વ્યવસાય સંબંધિત કોઈ સરકારી મામલાની તપાસ ચાલી રહી હોય, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારી ઓફિશિયલ ફાઇલો સુરક્ષિત રાખો. લવ: બહારના લોકોની દખલગીરી તમારા વૈવાહિક જીવન પર ન થવા દો. જો કે, થોડી સૂઝબૂઝથી તમે તમારા સંબંધોને બગડતા બચાવી શકો છો. સ્વાસ્થ્ય: વધુ ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો. પ્રદૂષણ અને વર્તમાન હવામાનને કારણે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. લકી કલર: કેસરી લકી નંબર: 3
    Click here to Read More
    Previous Article
    193 in 2 years: How many people have been ‘pushed back to Bangladesh’?
    Next Article
    હોર્મુઝમાં ટેન્કર પરના હુમલામાં એક ભારતીયનું મોત:અમેરિકાએ સતત ત્રીજી રાતે ઈરાન પર હુમલા કર્યા; ઈરાની બંદરોની ફરી નાકાબંધી કરશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment