Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના સાતકાશી ગામે દીપડી પાંજરે પુરાઈ:વન વિભાગે ગોઠવેલા પાંજરામાં ઝડપાઈ, ગ્રામજનોને રાહત

    13 hours ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી ગામે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવતી દીપડી આખરે વન વિભાગના પાંજરે પુરાઈ છે. દીપડી પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહત અનુભવી છે, જેઓ લાંબા સમયથી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. સાતકાશી ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડીની સતત અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વન વિભાગે દીપડીને પકડવા માટે ગામની સીમમાં મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું. ગઈકાલે રાત્રે શિકારની શોધમાં આવેલી દીપડી આ પાંજરામાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડીનો કબજો લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, દીપડીની તબીબી તપાસ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં રામ ગેસ્ટ હાઉસ પાસે વૃક્ષ ધરાશાયી:બાઈક અને કેબિનને નુકસાન, જાનહાનિ ટળી
    Next Article
    નર્મદામાં 100 દિવસમાં 1.22 લાખ લોકોનું ટીબી સ્ક્રીનિંગ:443 નવા દર્દી મળ્યા, 48 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment