Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં 100 દિવસમાં 1.22 લાખ લોકોનું ટીબી સ્ક્રીનિંગ:443 નવા દર્દી મળ્યા, 48 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર

    15 hours ago

    રાજપીપલા: નર્મદા જિલ્લામાં "ટીબી મુક્ત ભારત અભિયાન" અંતર્ગત હાથ ધરાયેલી 100 દિવસીય સઘન વિશેષ ઝુંબેશ સફળ રહી છે. આ અભિયાન હેઠળ 1.22 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 443 નવા ટીબી દર્દીઓની ઓળખ થઈ હતી. જિલ્લાની 48 ગ્રામ પંચાયતોને 'ટીબી મુક્ત ગ્રામ પંચાયત' તરીકે જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત જિલ્લાના 146 હાઈ-રિસ્ક વિસ્તારોમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ડિજિટલ હેન્ડહેલ્ડ ચેસ્ટ એક્સ-રે મશીન અને મોબાઇલ એક્સ-રે વાનનો ઉપયોગ કરાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.ઓ. માઢક અને જિલ્લા ટીબી અધિકારી ડૉ. ઝંખના વસાવાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી. અભિયાન દરમિયાન કુલ 1,22,834થી વધુ નાગરિકોનું ટીબી સ્ક્રીનિંગ થયું. તેમાંથી 33,086 લાભાર્થીઓના વિનામૂલ્યે ડિજિટલ ચેસ્ટ એક્સ-રે કરવામાં આવ્યા હતા. ટીબીના સંભવિત લક્ષણો ધરાવતા 12,180 વ્યક્તિઓના ગળફાના નમૂનાઓ એકત્રિત કરી અદ્યતન NAAT ટેક્નોલોજી દ્વારા તપાસ કરાઈ હતી. આ તપાસના પરિણામે 443 નવા ટીબી દર્દીઓની વહેલી ઓળખ થઈ અને તેમને તાત્કાલિક સારવાર હેઠળ લેવામાં આવ્યા. આ સિદ્ધિ ટીબી નિયંત્રણ ક્ષેત્રે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ક્ષયરોગ નિર્મૂલન ક્ષેત્રે સતત કામગીરીના પરિણામે વર્ષ 2025 દરમિયાન જિલ્લાની કુલ 222 ગ્રામ પંચાયતોમાંથી 48 ગ્રામ પંચાયતોને "ટીબી મુક્ત ગ્રામ પંચાયત" તરીકે જાહેર કરાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ રહેતી હોય, સતત તાવ આવતો હોય, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે વધુ પરસેવો આવતો હોય અથવા ગળફામાં લોહી આવતું હોય, તો તેને ક્ષયરોગના લક્ષણો તરીકે અવગણવા નહીં. નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સંપર્ક કરી વિનામૂલ્યે ટીબીની તપાસ અને સંપૂર્ણ સારવારનો લાભ લેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    તાપીના સાતકાશી ગામે દીપડી પાંજરે પુરાઈ:વન વિભાગે ગોઠવેલા પાંજરામાં ઝડપાઈ, ગ્રામજનોને રાહત
    Next Article
    કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો:પ્રજાના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment