Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પૂર્વે ભરૂચ પોલીસની ફ્લેગ માર્ચ:શહેરમાં ફ્લેગ માર્ચ યોજી શાંતિ અને સુરક્ષાનો સંદેશ અપાયો

    20 hours ago

    ભરૂચ શહેરમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળવાની છે. આ પૂર્વે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસે વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધર્યું છે. આ સુરક્ષા આયોજનના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવાનો હતો. આ ફ્લેગમાર્ચ શહેરના કુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી હતી. તે મોટી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલા અને હાથીખાના બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી. ફ્લેગમાર્ચ દરમિયાન પોલીસના વાહનો અને જવાનોની ઉપસ્થિતિએ શહેરવાસીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવી હતી. આ ફ્લેગમાર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ પર સતત પેટ્રોલિંગ, ચાંપતી નજર અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જગન્નાથ રથયાત્રા પૂર્વે વડોદરા શહેરમાં પોલીસનું સઘન ચેકિંગ:હોટેલ સંચાલકોને કોઈપણ વ્યક્તિને માન્ય ઓળખકાર્ડ વિના રૂમ ન ફાળવવાની સ્પષ્ટ સૂચના આપી
    Next Article
    ‘Don’t make it a political arena’: Tirupati official slams Shivakumar’s ‘aarti’ plan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment