Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગન્નાથ રથયાત્રા પૂર્વે વડોદરા શહેરમાં પોલીસનું સઘન ચેકિંગ:હોટેલ સંચાલકોને કોઈપણ વ્યક્તિને માન્ય ઓળખકાર્ડ વિના રૂમ ન ફાળવવાની સ્પષ્ટ સૂચના આપી

    21 hours ago

    આગામી દિવસોમાં અષાઢી બીજના પાવન પર્વે વડોદરા શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવાર દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સઘન બનાવવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના સીધા માર્ગદર્શન હેઠળ SOGની ટીમોએ શહેરના સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રાના રૂટની આસપાસ આવેલી હોટલો તેમજ ગેસ્ટહાઉસમાં એકસાથે આકસ્મિક દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SOG પીઆઈના નેતૃત્વમાં 4 ટીમો મેદાનમાં રથયાત્રાના રૂટ તેમજ તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે કડક તપાસ કરવાના ઉચ્ચ સ્તરીય આદેશો છૂટ્યા છે. જેના પગલે વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જીતીયાના સીધા નેતૃત્વમાં અધિકારીઓ અને જવાનોની ચાર અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ગુપ્તતા જાળવીને શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રથયાત્રાના માર્ગો નજીક આવેલા રોકાણના સ્થળો પર એકસાથે ત્રાટકીને સઘન ચેકિંગની કામગીરી શરૂ કરી હતી. ગેસ્ટ રજિસ્ટર, સીસીટીવી અને ઓળખકાર્ડની બારીકાઈથી તપાસ આ વિશેષ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એસઓજીની ટીમોએ હોટલ અને ગેસ્ટહાઉસમાં જઈને મેનેજરો પાસે રાખવામાં આવેલા લાઈવ ગેસ્ટ રજિસ્ટરની ચકાસણી કરી હતી. ત્યાં રોકાયેલા શંકાસ્પદ મુસાફરોના ઓળખકાર્ડ (ID Proofs) અને તેમના મૂળ સરનામાની ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત હોટલના પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી (CCTV) કેમેરા ચાલુ હાલતમાં છે કે કેમ તેની કાર્યક્ષમતા, બેકઅપ સિસ્ટમ અને હોટલના પોતાના સિક્યોરિટી ગાર્ડ્સ સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હોટલ સંચાલકોને પોલીસની કડક તાકીદ SOGની ટીમ દ્વારા તપાસ બાદ તમામ હોટલ અને લોજના સંચાલકોને કાયદાનું ચુસ્ત પાલન કરવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે કોઈપણ ગ્રાહકને માન્ય ગવર્મેન્ટ આઈડી કાર્ડ વિના ક્યારેય પણ રૂમ ફાળવવો નહીં. હોટલમાં આવતા અને જતા તમામ ગ્રાહકોની વિગતો અને સમય ઓનલાઇન તેમજ રજિસ્ટરમાં નિયમિત નોંધવો. પરિસરમાં સીસીટીવી કેમેરાની સિસ્ટમ 24 કલાક સતત કાર્યરત અને ઓન રાખવી. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, અસામાજિક તત્વો કે અસામાન્ય પ્રવૃત્તિ નજરે પડે તો વિલંબ કર્યા વિના તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન કે કંટ્રોલ રૂમને જાણ કરવી. રથયાત્રા સંપન્ન થાય ત્યાં સુધી વિશેષ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડોદરાની આ પરંપરાગત રથયાત્રામાં શહેર ઉપરાંત બહારગામથી પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. લોકોની સુરક્ષા અને શાંતિ એ પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આથી અગમચેતીના ભાગરૂપે જ આ વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારની આકસ્મિક તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે, જો કોઈ બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય, તો તુરંત પોલીસને સજાગ કરી એક જવાબદાર નાગરિક તરીકે કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.
    Click here to Read More
    Previous Article
    ધ્રોલ અપહરણ અને દુષ્કર્મ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:આરોપીને 20 વર્ષની સખત કેદ, સગીરાને ₹4 લાખનું વળતર
    Next Article
    રથયાત્રા પૂર્વે ભરૂચ પોલીસની ફ્લેગ માર્ચ:શહેરમાં ફ્લેગ માર્ચ યોજી શાંતિ અને સુરક્ષાનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment