Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી કલેક્ટરે સરડોઈ-દાવલી રોડનું નિરીક્ષણ કર્યું:નબળી કામગીરી બદલ ઈજનેર, કોન્ટ્રાક્ટરને નોટિસ, અઠવાડિયામાં ફરી બનાવવા સૂચના

    23 hours ago

    અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા તાલુકાના સરડોઈ-દાવલી રોડની મુલાકાત લીધી હતી. રોડની નબળી કામગીરીને કારણે તેમણે જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. કલેક્ટરે આગામી એક અઠવાડિયામાં રોડ ફરીથી બનાવવાની સૂચના આપી છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના આ રોડની કામગીરી નબળી હોવાની રજૂઆતો કલેક્ટરને મળી હતી. આ રજૂઆતોના આધારે તેમણે આજે જાતે સ્થળ મુલાકાત લઈ રોડની ગુણવત્તાની તપાસ કરી હતી. વર્ષ ૨૦૨૨માં બનેલા આ રોડ પર ઠેરઠેર ખાડા જોવા મળ્યા હતા. રોડ અને પેચવર્કની ગુણવત્તા અત્યંત નબળી જણાતા કલેક્ટરે તાત્કાલિક પગલાં લીધા હતા. આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત સહીત ગુજરાતમાં તરખાટ મચાવનાર રીઢો સ્નેચર ઝડપાયો:હત્યાના ગુનામાં જામીન પર છૂટી ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો, 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો
    Next Article
    ધ્રોલ અપહરણ અને દુષ્કર્મ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:આરોપીને 20 વર્ષની સખત કેદ, સગીરાને ₹4 લાખનું વળતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment