Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકાળે કાળ ભરખી ગયો:એસ.જી. હાઈવે પર કાળમુખી હાઈડ્રો ક્રેને શ્રમિક યુવકને કચડતા ઘટનાસ્થળે કરુણ મોત, ક્રેનનો ચાલક ફરાર

    20 hours ago

    અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વ્યસ્ત એસ.જી. હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહારાજ હોટલની બિલકુલ સામે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ શ્રમિક યુવકને હાઈડ્રો ક્રેનના ચાલકે ઘોર બેદરકારી દાખવીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં યુવક ક્રેનના તોતિંગ વ્હીલ નીચે આવી જતાં તેને શરીરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ક્રેન ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રોજીરોટી માટે વતન છોડીને અમદાવાદ આવેલો મુનેશ ક્રેનની ઝપેટમાં આવ્યો મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના જારાડાબર ગામના કુંડીયા ફળિયાના વતની સુનીલભાઈ સમસુભાઈ ગુંડીયાનો 25 વર્ષીય નાનો ભાઈ મુનેશ ગુંડીયા છેલ્લા એકાદ વર્ષથી રોજીરોટીની તલાશમાં અમદાવાદ ખાતે આવ્યો હતો. અહીં તે છૂટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે બપોરે આશરે બે વાગ્યાની આસપાસ મુનેશ અડાલજ પાસે આવેલી મહારાજ હોટલની સામે એક હાઈડ્રો ક્રેનમાં કાસ્ટિંગ પાઇપ ભરાવીને, તે ક્રેનની આગળ આગળ સર્વિસ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો. તે જ સમયે પાછળથી આવી રહેલી ક્રેનના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા ક્રેન સીધી મુનેશ પર ચડી ગઈ હતી. ક્રેન ચાલકની લાપરવાહીથી કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ આ પ્રચંડ અકસ્માતના પગલે મુનેશ જોરદાર ધડાકા સાથે રોડ પર પટકાયો હતો. ક્રેનની નીચે આવી જતાં તેના કમરના ભાગે તેમજ શરીરના અન્ય નાજુક અંગો પર ગંભીર અને જીવલેણ ઈજાઓ થઈ હતી. વધુ પડતું લોહી વહી જવાના કારણે યુવકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જે જોઈને પકડાઈ જવાના ડરથી ક્રેનનો ચાલક વાહન રસ્તા પર જ બિનવારસી હાલતમાં છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વતનથી દોડી આવેલા મોટા ભાઈના આક્રંદથી વાતાવરણ ગમગીન થયું એસ.જી. હાઈવે પર બનેલી આ કરુણ ઘટના અંગે પોલીસ દ્વારા મૃતક મુનેશના પરિવારને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ખબર મળતા જ મૃતકના મોટા ભાઈ સુનીલભાઈ મધ્યપ્રદેશના વતનથી તાત્કાલિક દોડી આવ્યા હતા. હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પોતાના ૨૫ વર્ષના નાના ભાઈની લાશ જોઈને મોટા ભાઈએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું, જેનાથી ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે અડાલજ પોલીસે ક્રેન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી, હાઈડ્રો ક્રેન જપ્ત કરી છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની ધમકી- ઈરાનને ખૂબ ખરાબ રીતે મારશું:હોર્મુઝ સ્ટ્રેટનો કંટ્રોલ અમેરિકા પાસે રહેશે, સુરક્ષા આપશે અને તેના બદલામાં પૈસા પણ લેશે
    Next Article
    સુરત જિલ્લામાં પૂર સહાય વિતરણમાં પક્ષપાતના ગંભીર આક્ષેપો:વેલંજા ગામમાં કોઈને પૂરા 6,800 તો કોઈને માત્ર 5,000 અપાતા ગ્રામજનો ચોંક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment