Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જિલ્લામાં પૂર સહાય વિતરણમાં પક્ષપાતના ગંભીર આક્ષેપો:વેલંજા ગામમાં કોઈને પૂરા 6,800 તો કોઈને માત્ર 5,000 અપાતા ગ્રામજનો ચોંક્યા

    19 घंटे पहले

    સુરત જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારો જળબંબોળ બન્યા હતા. પૂરના પાણી ઓસર્યા બાદ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પૂરગ્રસ્ત પરિવારો માટે સર્વે અને આર્થિક સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ માનવતાવાદી કાર્યની વચ્ચે સુરત જિલ્લાના વેલંજા (વેલેજ) ગામમાંથી પૂર સહાયના રોકડ વિતરણમાં મોટી ગેરરીતિ, લાલિયાવાડી અને પક્ષપાત થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એક જ સરખી આપત્તિનો ભોગ બનેલા ગ્રામજનોને અલગ-અલગ રકમ ચૂકવાતા તંત્ર પ્રત્યે ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. નિયત સહાય ₹6800ના બદલે ચૂકવાયા માત્ર ₹5000 રાજ્ય સરકારના સત્તાવાર આદેશ અનુસાર, સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારના ઘરવખરીના નુકસાન અને કેશ ડોલ્સ પેટે પ્રતિ લાભાર્થી ₹6800ની આર્થિક સહાય જાહેર કરવામાં આવી હતી. નિયમ મુજબ તમામ લાયક પૂરગ્રસ્તોને આ સમાન રકમ મળવી જોઈતી હતી. પરંતુ વેલંજા ગામમાં જ્યારે અધિકારીઓ દ્વારા આ સહાયનું રોકડમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું, ત્યારે તંત્રની મોટી બેદરકારી અથવા તો ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ગામના કેટલાક પરિવારોને પૂરેપૂરા ₹6800 ચૂકવાયા છે, જ્યારે અન્ય પૂરગ્રસ્તોને કોઈ પણ જાતના સ્પષ્ટ કારણ વગર માત્ર ₹5000 આપીને રવાના કરી દેવાયા છે. ‘બે દિવસ પહેલાં ગયેલા લોકોને ₹1800 ઓછા આપ્યા’ એક જ ગામમાં પૂરની સમાન ભયાવહતા વેઠનારા લોકો વચ્ચે સહાયની રકમમાં ₹1800 નો મોટો ઘટાડો જોવા મળતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે. વેલંજાના રહેવાસી કલ્પેશભાઈએ તંત્રની આ પોલ ખોલતા જણાવ્યું હતું કે, "અહીંયા પહેલા મારા પપ્પા ગયા હતા તો તેમને પૂરેપૂરા ₹6800 આપ્યા. પરંતુ મારી સાથે કામ કરતા મારા મિત્રની માતા બે દિવસ પહેલાં સહાય લેવા ગયા હતા, તો તેમને માત્ર ₹5000 જ આપવામાં આવ્યા. એક જ સરખા નુકસાન સામે આવો ભેદભાવ કેમ રાખવામાં આવી રહ્યો છે તે સમજાતું નથી." અંધારામાં રાખીને ઓછી રકમ પધરાવી દીધી ગામના અન્ય એક પીડિત મહિલા નર્મદાબેને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "અમને પહેલા દિવસે રાત્રે 8 વાગ્યે જ્યારે બોલાવીને પૈસા આપવામાં આવ્યા ત્યારે માત્ર પાંચ-પાંચ હજાર રૂપિયા જ હાથમાં પધરાવી દેવાયા હતા. અમને સરકારી નિયમોની બહુ ખબર ન પડતી હોવાથી અમે તે સમયે કોઈને કંઈ કીધું નહીં. પાછળથી ખબર પડી કે બીજા લોકોને ₹6800 મળ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, પૂરના દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેમના ઘરમાં લાઈટ સરખી કરવા માટે પણ તંત્ર તરફથી કોઈ આવ્યું નથી. ઉચ્ચ સ્તરે તપાસ કરી કડક પગલાં ભરવા માગ ગરીબ અને પૂર પીડિતોના હકના પૈસા વચેટિયાઓ અથવા તો વિતરણ કરનાર અધિકારીઓ ડબલ બુકિંગ કે અન્ય કોઈ ગેરરીતિ દ્વારા બારોબાર સગેવગે કરી રહ્યા હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. રોકડ વિતરણના નામે થયેલા આ દેખીતા પક્ષપાત અને ભ્રષ્ટાચાર સામે હવે સમગ્ર વેલંજા ગામના લોકો એકઠા થઈ રહ્યા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, કલેક્ટર કક્ષાએથી આ સમગ્ર વિતરણ વ્યવસ્થાના હિસાબોની ઉચ્ચ સ્તરીય ઓડિટ તપાસ કરવામાં આવે અને ગરીબ પરિવારોના હકના બાકી રહેતા ₹1800 તાત્કાલિક ચૂકવીને કૌભાંડીઓ સામે કડક પગલાં લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અકાળે કાળ ભરખી ગયો:એસ.જી. હાઈવે પર કાળમુખી હાઈડ્રો ક્રેને શ્રમિક યુવકને કચડતા ઘટનાસ્થળે કરુણ મોત, ક્રેનનો ચાલક ફરાર
    Next Article
    રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ:સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ માટે બે દિવસમાં 12 મીટરનો 'V' કોલમ ઊભો કરાયો, મુસાફરોને અકસ્માતો અને ભીડથી મુક્તિ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment