Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાતિર મહિલા ચોરને ઝડપી લેવા ફરિયાદીએ જાળ બીછાવી:લો-ગાર્ડન પાસેથી પર્સ ચોરી કરના મહિલાની પોલીસે એટકાયત કરી, સેટેલાઈટમાં પતિનો પત્ની પર જીવલેણ હુમલો

    7 hours ago

    અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ખરીદી કરવા આવેલી યુવતીના પર્સની ચોરી કરનાર મહિલા બે દિવસ બાદ ફરી એ જ સ્થળે પહોંચી હતી. જોકે આ વખતે તેની ચાલાકી કામ લાગી નહોતી. પીડિતાએ સીસીટીવીમાં જોયેલો ચહેરો ઓળખી લેતા સ્થાનિકોની મદદથી મહિલાને ઝડપી લઈને પોલીસને સોંપી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લો-ગાર્ડન પાસે અજાણી મહિલાએ પર્સ ચોર્યું નિકોલના અક્ષરધામ રેસીડેન્સીમાં રહેતી અને ટી.સી.એસ. કંપનીમાં નોકરી કરતી બ્રિન્દા ગજેરા પરિવાર સાથે બે દિવસ પહેલાં લો ગાર્ડન ખાતે ખરીદી કરવા ગઈ હતી. ખરીદી દરમિયાન કોઈ અજાણી મહિલાએ તેમના પર્સની ચોરી કરી હતી. પર્સમાં રોકડા રૂ. 8 હજાર ઉપરાંત બેંકના કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો હતા. બનાવ બાદ બ્રિન્દાએ સ્ટોરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે દુપટ્ટો બાંધેલી એક મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ હતી. પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી ચોરી બાદ બ્રિન્દા અને તેના પરિવારજનોએ મહિલાને શોધવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. ગઈકાલે તેઓ ફરી લો ગાર્ડન વિસ્તારમાં પહોંચ્યા હતા. સ્ટોરના કર્મચારીઓ પણ શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન સીસીટીવીમાં દેખાયેલી જેવી જ દુપટ્ટો બાંધેલી મહિલા ત્યાં આવતા બ્રિન્દાને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો અને આસપાસના લોકોની મદદથી તેને ઝડપી લીધી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પર્સ ચોરીની કબૂલાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ બ્રિન્દાએ મહિલાની ઓળખ શીતલ ટેલર (રહે. વિશ્વાસ એપાર્ટમેન્ટ, નરોડા) તરીકે કરી તેની વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. દરવાજો તોડી ઘરમાં ઘૂસેલા પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો સેટેલાઈટ વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા પર પતિ દ્વારા હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ગોકુલ આવાસ યોજનામાં રહેતી વૈશાલી સોલંકીએ પતિ મહેશ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વૈશાલી આયુર્વેદિક દવાખાનામાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે.વર્ષ 2015માં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલતો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, ગઈકાલે મહેશ ઘરે આવી જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યો હતો. પતિના ગુસ્સાથી ડરી ગયેલી વૈશાલીએ દરવાજો ખોલ્યો નહોતો. જેથી મહેશ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઈપ વડે દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ દરવાજો તોડી તે ઘરમાં ઘૂસી ગયો હતો.ઘરમાં પ્રવેશતાની સાથે જ મહેશે વૈશાલીને આજે તને જીવતી નહીં છોડું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું .ત્યારબાદ તેનું માથું પકડી દીવાલ સાથે જોરથી અથડાવતાં વૈશાલીને ઈજા પહોંચી હતી.બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે વધુ અનિચ્છનીય ઘટના ટળી હતી. બનાવ બાદ વૈશાલીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ મહેશ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આધુનિક જીમનો પ્રારંભ:મવડીનાં અટલબિહારી વાજપેયી સ્પોર્ટ્સ સંકુલમાં હવે અદ્યતન ફિટનેસ મશીનો, ટ્રેડમિલ્સ અને કાર્ડિયો સેક્શન અને ટ્રેનર સહિતની સુવિધા, ફી માત્ર રૂ. 500
    Next Article
    ख़ामेनई की हत्या के इंतकाम से घबराया अमेरिका? खाड़ी के देशों में ईरान ने मचाई तबाही

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment