Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ફિશરીઝ હાર્બર પર કલેક્ટરની સરપ્રાઈઝ વિઝીટ:વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી આધુનિકીકરણ અને સ્વચ્છતાના સૂચનો આપ્યા

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ એન. વાઘેલાએ વેરાવળ ફિશરીઝ હાર્બરની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે હાર્બરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું અને પ્રોજેક્ટની પ્રગતિ, સુવિધાઓ તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી. કલેક્ટરે હાર્બરના સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી કામગીરીની ગુણવત્તા, સમયમર્યાદા અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે સૂચના આપી કે વેરાવળ ફિશરીઝ હાર્બરને આધુનિક ટેકનોલોજીથી સજ્જ, સુવ્યવસ્થિત અને માછીમારો સહિત તમામ હિતધારકો માટે વધુ ઉપયોગી બનાવવામાં આવે. મુલાકાત દરમિયાન કલેક્ટરે હાર્બર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર હાર્બર માછીમારો તેમજ સમગ્ર ફિશરીઝ ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. માછલીઓના હેન્ડલિંગ, સ્ટોરેજ અને પરિવહન સહિતની સુવિધાઓને વધુ અસરકારક બનાવવા અધિકારીઓને સૂચનો અપાયા. જિલ્લા કલેક્ટરે પ્રોજેક્ટની કામગીરી ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ થાય અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે માર્ગદર્શન આપ્યું. તેમણે અધિકારીઓને વિવિધ વિભાગો વચ્ચે વધુ સારું સંકલન જાળવી કામગીરી આગળ વધારવા જણાવ્યું. આ મુલાકાત દરમિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ના પોર્ટ અધિકારી પંચાલ, ફિશરીઝ વિભાગના અધિકારી કોટિયા, MPEDAના અધિકારી કિશોરભાઈ વાણીયા, અધિક જિલ્લા કલેક્ટર રાજેશ આલ અને પ્રાંત અધિકારી જૈમીન કાકડિયા સહિત GMB, ફિશરીઝ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કલેક્ટરને પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, આગામી આયોજન અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી.
    Click here to Read More
    Previous Article
    ખૂનની કોશિશ અને ખનીજ ચોરીના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા:એક વડનગરથી તો બીજો દ્વારકાથી દબોચાયો, મહેસાણા પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી
    Next Article
    એલ.જે. ઇન્સ્ટિટ્યૂટે બેચલર પ્રોગ્રામનું ઓરિએન્ટેશન યોજ્યું:ત્રણ દિવસીય કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment