Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખૂનની કોશિશ અને ખનીજ ચોરીના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા:એક વડનગરથી તો બીજો દ્વારકાથી દબોચાયો, મહેસાણા પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી

    1 day ago

    મહેસાણા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા બે અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. મહેસાણા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્કોડના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સક્રિય હતા, તે દરમિયાન આ બંનેને દૂબોચી લીધા છે. ખૂનની કોશિશના ગુનાનો આરોપી ઝડપાયો વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) સહિતની કલમોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઠાકોર રણજીતજી અભુજી (ઉં.વ.26, રહે. નાકાપુરા, છાબલીયા, તા. વડનગર) પોતાના ઘરે હાજર હોવાની બાતમી એ.એસ.આઈ. દિનેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમારને મળી હતી. બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનમાં જઈને તેના ઘરે દરોડો પાડ્યો હતો અને આરોપીને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. આ અંગે ગામના સરપંચને ફોન દ્વારા જાણ કરી, આરોપીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ ચોરીનો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી ઘેલાભાઈ નગાભાઈ નંદનીયા (રે. બકોડી, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા)ને પકડવામાં પણ સ્કોડને સફળતા મળી છે. પેરોલ ફર્લો સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ અને હિતેષકુમારને ટેકનિકલ સોર્સ દ્વારા આ આરોપી અંગે બાતમી મળી હતી. પોલીસે આરોપીનો સંપર્ક કરી ગુના સંદર્ભે સમજાવતાં તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેને હસ્તગત કરી આ અંગેની જાણ તેના ભત્રીજાને રૂબરૂમાં કરી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપીને વિજાપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉદય ફાઉન્ડેશન દ્વારા કુબેરનગર શાળામાં વૃક્ષારોપણ:પર્યાવરણ સંરક્ષણ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો
    Next Article
    વેરાવળ ફિશરીઝ હાર્બર પર કલેક્ટરની સરપ્રાઈઝ વિઝીટ:વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી આધુનિકીકરણ અને સ્વચ્છતાના સૂચનો આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment