Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની હોટેલમાંથી યુવક-યુવતીની ફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી:બંને સંતરામપુરના રહેવાસી, યુવતી નર્સિંગની વિદ્યાર્થિની; પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

    3 days ago

    અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટેલ કુમકુમના રૂમમાંથી એક યુવક અને યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. બંને મૃતકો મૂળ સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવતી અમદાવાદમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. આપઘાત પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પંખામાં દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કુમકુમ હોટેલમાં એક યુવક અને યુવતી રોકાયા હતા.હોટેલના સ્ટાફે રૂમનો દરવાજો ખખડાવતા લાંબા સમય સુધી દરવાજો ખુલ્યો નહતો જે બાદ હોટેલના મેનેજરને જાણ કરતા રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો.હોટેલના રૂમમાં યુવક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.હોટેલના સ્ટાફ દ્વારા તરત જ ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને મૃતકો સંતરામપુરના રહેવાસી ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં યુવકનું નામ પટેલીયા જયદીપ અને યુવતીનું નામ ડામોર નીતા હોવાનું સામે આવ્યું હતું.બંને સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.મૃતક પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી.મૃતક યુવતી અમદાવાદમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરતી હતી.પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર પણ વાંચોઃ પોલીસ-પરિવારની હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધણપ ગામ હાઈ-વે પરની રોયલ ફોર્ટ હોટેલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાને પકડીને પરત લઈ જઈ રહેલી પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં જ પ્રેમીએ તેની પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળે ચપ્પુ ફેરવી ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાનું ગળું કાપ્યાં બાદ પ્રેમીએ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાનમાં 140 ઠેકાણાઓ પર હુમલા કર્યા:ઈરાને કહ્યું- હોર્મુઝ ઘણા પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ, કોઈપણ ભોગે તેનું રક્ષણ કરીશું
    Next Article
    1 વર્ષમાં શેરમાં 1300 ટકા સુધી રિટર્ન, રોકાણના નામે પોલમપોલ:ભાસ્કરે ગુજરાતની 6 કંપનીની રિયાલિટી તપાસી, ફેક્ટરીના સરનામે ક્યાંક ઝેરોક્ષની દુકાન, ક્યાંક બાવળિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment