Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલમાં દાખલ બંને બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ:અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે મેલેથિયોન પાવડરનો છંટકાવ સાથે ડોર-ટુ-ડોર સર્વે શરૂ

    2 days ago

    ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ એક અત્યંત ડરામણા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ખાસ બાળકોના વોર્ડ (PICU) માં શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર મેળવી રહેલા ખેડા -સાબરકાંઠાના બે માસૂમ બાળકોના લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવતા ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ કેસ સામે આવતાની સાથે જ રાજ્ય આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ખેડા અને સાબરકાંઠાના 1-1 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના એક ગામના 1 વર્ષના બાળકને અને સાબરકાંઠા ના કઠલાલ તાલુકાના અન્ય એક ગામના 4 વર્ષના બાળકને અચાનક તેજ તાવ આવ્યો હતો. તાવની સાથે જ બંને બાળકોના શરીરમાં આંચકી આવવા લાગતા અને સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના પગલે તબીબોએ સાવચેતીના ભાગરૂપે લોહીના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં મોટો વધારો થયો છે. હાલમાં સિવિલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ બંને માસૂમો પર ખાસ નજર રાખી સઘન સારવાર આપી રહી છે. 14 વર્ષ સુધીના બાળકોને અસર કરે છે ચાંદીપુરા વાયરસ તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને વધુ અસર કરે છે અને તે સીધો બાળકની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજ પર જ હુમલો કરે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં અચાનક ખૂબ જ તેજ તાવ આવવો, ઉલટી થવી, અસહ્ય માથાનો દુખાવો અને આંચકી આવવી વગેરેનો સમાવેશ થાય છે. ડોક્ટરોએ ખાસ તાકીદ કરી છે કે આ રોગમાં શરૂઆતનો 24 થી 48 કલાકનો સમય કિંમતી હોય છે, જેમાં સમયસરની યોગ્ય સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે. સેન્ડફ્લાય માખી કરડવાથી ફેલાય છે ચાંદીપુરા વાયરસ આ વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય નામની નાની માખી કરડવાથી ફેલાય છે. જે સામાન્ય રીતે કાચી માટી કે લીપણવાળા ઘરોમાં વધુ જોવા મળે છે. વાયરસ આગળ ન ફેલાય તે માટે ગાંધીનગર અને ખેડા જિલ્લાના આરોગ્ય તંત્રે કમર કસી છે. અસરગ્રસ્ત ગામો અને રહેણાંક વિસ્તારોમાં આ ઝીણી માખીનો નાશ કરવા માટે ખાસ જંતુનાશક દવાઓ અને મેલેથિયોન પાવડરનો મોટા પાયે છંટકાવ શરૂ કરી દેવાયો છે. આ સાથે જ આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા આ ગામડાઓમાં ઘરે-ઘરે જઈને સઘન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.જેથી અન્ય કોઈ બાળકમાં આવા લક્ષણો હોય તો તેને તુરંત શોધીને સારવાર આપી શકાય.
    Click here to Read More
    Previous Article
    Agra Cantt Railway Station Viral Video: RPF personnel suspended after public clash with Deputy Station Superintendent
    Next Article
    સાંસદ ધવલ પટેલ, પરસોત્તમ રૂપાલાના નામે છેતરપિંડીનો પ્રયાસ:ફેક લેટરપેડ અને ઈ-મેલથી SBI ચેરમેનને ભલામણ પત્ર મોકલનાર પશ્ચિમ બંગાળનો ભેજાબાજ અમદાવાદમાંથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment