Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની હોટલમાંથી યુવક-યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી:બંને સંતરામપુરના રહેવાસી, યુવતી નર્સિંગની વિદ્યાર્થિની; પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

    11 hours ago

    અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક-યુવતીનો ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંને મૃતકો સંતરામપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવતી અમદાવાદમાં જ રહીને નર્સિંગનો અભ્યાસ કરતી હતી. આપઘાત પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા છે. પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હોટલના રૂમમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કુમકુમ હોટેલમાં એક યુવક અને યુવતી રોકાયા હતા.હોટેલના સ્ટાફે રૂમનો દરવાજો ખખડાવતા લાંબા સમય સુધી દરવાજો ખુલ્યો નહતો જે બાદ હોટેલના મેનેજરને જાણ કરતા રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો.હોટેલના રૂમમાં યુવક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.હોટેલના સ્ટાફ દ્વારા તરત જ ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં યુવકનું નામ પટેલીયા જયદીપ અને યુવતીનું નામ ડામોર નીતા હોવાનું સામે આવ્યું હતું.બંને સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.મૃતક પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી.મૃતક યુવતી અમદાવાદમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરતી હતી.પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. (આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:તુલા રાશિના જાતકોને વ્યાપારમાં થશે મોટો ધન લાભ, વૃશ્ચિક રાશિએ લેણદેણમાં સાવધ રહેવું
    Next Article
    પાટડીના આચાર્યએ 1000થી વધુ ઝેરી સાપ પકડ્યા:1000થી વધુ ઝેરી સાપોનું કર્યું રેસ્ક્યુ, મળતી સ્વૈચ્છિક રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસ ખર્ચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment