Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના આચાર્યએ 1000થી વધુ ઝેરી સાપ પકડ્યા:1000થી વધુ ઝેરી સાપોનું કર્યું રેસ્ક્યુ, મળતી સ્વૈચ્છિક રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસ ખર્ચ

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સ્થિત શ્રી નાનુબાપા કન્યાશાળાના આચાર્ય ત્રિકમભાઈ પ્રિયદર્શી શિક્ષણની સાથે જીવદયાનું અનોખું સેવાકીય કાર્ય પણ કરી રહ્યા છે. વર્ષોથી તેઓ "જીવ દયા કરુણા અભિયાન" અંતર્ગત સંપૂર્ણ નિઃશુલ્ક રીતે ઝેરી અને બિનઝેરી સાપોનું રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત પર્યાવરણમાં મુક્ત કરે છે. અત્યાર સુધીમાં તેઓ 1,000થી વધુ સાપોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી ચૂક્યા છે. જો કોઈ વ્યક્તિ આગ્રહપૂર્વક આ સેવા બદલ રકમ આપે તો તે પોતે રાખતા નથી, પરંતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તેનો ઉપયોગ કરવાની વિનંતી કરે છે. 2004થી શરૂ કરેલી સેવા આજે પણ અવિરત ત્રિકમભાઈ પ્રિયદર્શીએ જણાવ્યું કે 2004માં હિંગોળગઢ ખાતે યોજાયેલી પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં સર્પો અંગે તાલીમ લીધા બાદ તેમણે આ સેવા શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં જોવા મળતી લગભગ તમામ પ્રજાતિના સાપોનું રેસ્ક્યુ કર્યું છે. તેમાં નાગ (કોબ્રા), કાળોતરો, ફુરસા, ખળચીતરો, ધામણ, પાણીનો સાપ, આંધળી ચાકળ અને કોમન વુલ્ફ સ્નેક સહિતની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને નાગ, કાળોતરો, ફુરસા અને ખળચીતરો જેવા ચાર ઝેરી સાપનું ઝેર પ્રાણઘાતક માનવામાં આવે છે. એક ફોન આવતા જ પહોંચે છે મદદ માટે પાટડી શહેર કે આસપાસના કોઈપણ ગામમાંથી સાપ દેખાવાની જાણ થાય તો ત્રિકમભાઈ વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આ સેવા માટે તેઓ કોઈ પ્રકારનો ચાર્જ લેતા નથી. જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે મદદરૂપ થવા માટે રકમ આપે તો તે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની સલાહ આપે છે. જો કોઈ સરિસૃપ ઘાયલ કે બીમાર હોય તો તેને સારવાર માટે બજાણા રેન્જ ફોરેસ્ટની વેટરનરી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને પણ આપે છે સર્પો અંગે વૈજ્ઞાનિક માહિતી આચાર્ય ત્રિકમભાઈ માત્ર રેસ્ક્યુ કામગીરી પૂરતી જ સીમિત નથી, પરંતુ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ સર્પો વિશે વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી આપે છે. તેઓ સમજાવે છે કે પર્યાવરણમાં દરેક જીવનું પોતાનું મહત્વ છે અને અજ્ઞાન કે ભયના કારણે સાપોને મારી નાખવા યોગ્ય નથી. લોકોમાં જીવદયા, પર્યાવરણ પ્રત્યે સંવેદના અને જાગૃતિ વધે તે માટે પણ તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. સાપ કરડે તો તરત હોસ્પિટલ પહોંચવું : ત્રિકમભાઈ ત્રિકમભાઈ પ્રિયદર્શી જણાવે છે કે સાપ કરડે ત્યારે કોઈપણ પ્રકારના વહેમ, અંધશ્રદ્ધા કે ઊંટવૈદું કરવાને બદલે સમય બગાડ્યા વગર નજીકની સરકારી અથવા જિલ્લા હોસ્પિટલમાં જઈને વિષ વિરોધી ઇન્જેક્શન (એન્ટી-સ્નેક વેનોમ) લેવો એ જ શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક ઉપાય છે. સાપ વિશેની ખોટી માન્યતાઓ દૂર કરવાની જરૂર ત્રિકમભાઈના જણાવ્યા મુજબ સાપ મોરલીના અવાજે નાચે છે એવી માન્યતા ખોટી છે. હકીકતમાં સાપ સાંભળી શકતો નથી, પરંતુ કંપન અને સામેની હલચલના આધારે પ્રતિક્રિયા આપે છે. તેમ જ દૂધ સાપનો ખોરાક નથી અને તેને દૂધ પીવડાવવાથી નુકસાન થઈ શકે છે. ઉપરાંત "સાપ બદલો લે છે" જેવી માન્યતા પણ તદ્દન ખોટી છે. સાપ સામાન્ય રીતે ડરપોક સ્વભાવનો હોય છે અને પોતાનો બચાવ કરવા માટે જ હુમલો કરે છે. 50મા જન્મદિવસે વૃક્ષારોપણ અને દેહદાનનો સંકલ્પ સમાજસેવાની ભાવના ધરાવતા ત્રિકમભાઈ પ્રિયદર્શીએ તાજેતરમાં પોતાના 50મા જન્મદિવસે શાળા પરિસરમાં 50 વૃક્ષો વાવવાનો તેમજ દેહદાન કરવાનો સંકલ્પ પણ કર્યો છે. શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની હોટલમાંથી યુવક-યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી:બંને સંતરામપુરના રહેવાસી, યુવતી નર્સિંગની વિદ્યાર્થિની; પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
    Next Article
    61-Year-Old Nearly Sucked Out Mid-Air On Ryanair Flight; New Video Shows Damaged Engine

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment