Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાલકા તીર્થ નજીક રાજકોટના ટુરિસ્ટ ટેક્સી ડ્રાઇવર પર જીવલેણ હુમલો:રસ્તાની બોલાચાલી બાદ માથામાં તીક્ષ્ણ વસ્તુના ઘા મારતા લોહીલુહાણ, હુમલાખોર ફરાર

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળના ભાલકા તીર્થ મંદિર નજીક ટુરિસ્ટ ટેક્સી ડ્રાઇવર પર એક શખ્સે જીવલેણ હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ડ્રાઇવરના માથામાં તીક્ષ્ણ વસ્તુ વડે ગંભીર ઘા મારવામાં આવતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રવાસીઓને દર્શન કરાવી પરત ફરતી વખતે બની ઘટના પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રહેવાસી મહિપાલસિંહ ગોહિલ પોતાની ટુરિસ્ટ ટેક્સીમાં પ્રવાસીઓને લઈને સોમનાથ દર્શન માટે આવ્યા હતા. સોમનાથ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થળોના દર્શન કરાવ્યા બાદ તેઓ બાણગંગા થઈ ભાલકા તીર્થ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીડિયા રોડ પર GJ-32-M-2735 નંબરની મોટરસાયકલ પર આવેલા એક યુવકે તેમની કાર રોકી બોલાચાલી શરૂ કરી હતી. પોલીસને ફોન કર્યા છતાં ભાલકા તીર્થ નજીક ફરી હુમલો મહિપાલસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, સ્થિતિ વણસતા તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી હતી. જોકે થોડા સમય બાદ જ્યારે તેઓ ભાલકા તીર્થ મંદિર નજીક પહોંચ્યા ત્યારે તે જ યુવક ફરી ત્યાં આવી પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરે ગાળો બોલી કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે તેમના માથામાં ઘા મારી દીધા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડાયા, હુમલાખોર ફરાર હુમલાની ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. લોકો ભેગા થતાં હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વેરાવળ પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી તેની શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્તના જણાવ્યા મુજબ હુમલાખોર નશાની હાલતમાં હતો અને ઝનૂની સ્વભાવનો જણાતો હતો. યાત્રાધામ વિસ્તારમાં પ્રવાસીઓ સાથે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    18 જુલાઈએ રવાપરમાં નિલેશ એરવાડિયાનું કિસાન સંમેલન:જેતપરના ખેડૂત આંદોલનમાંથી દૂર કરાયા બાદ હકાભા ગઢવીના આક્ષેપને ફગાવ્યા, 'સરદાર સેના'ની રચના કરાશે
    Next Article
    Iraq Prime Minister To Meet Trump In Washington Next Week

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment