Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાકેશ અમૃતિયાની સ્પીચના ત્રણ દિવસમાં ખાણ-ખનીજની રેડ:મોરબીના ટીંબડીમાં રાજ્યમંત્રીના ભાઈની ડેલ્ટા સ્ટોન ક્રશર પર રજાના દિવસે તપાસ, જેતપુર ખેડૂત આંદોલનમાં સક્રિય ભૂમિકા

    20 hours ago

    મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે, બસ સ્ટેન્ડની સામે ‘ડેલ્ટા સ્ટોન’ નામના સ્ટોન ક્રશર (ભરડીયા) આવેલી છે. ત્યાં રવિવારે ખાણ ખનીજ વિભાગ અને વીજ કંપનીની ટીમોએ અચાનક ત્રાટકીને સ્ટોક વેરિફિકેશન સહિતની તપાસ હાથ ધરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સામાન્ય રીતે રવિવારના રજાના દિવસે સરકારી અધિકારીઓ આવી કામગીરી કરવાનું ટાળતા હોય છે, પરંતુ રવિવારે જ થયેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને લઈને જેતપુરમાં યોજાયેલી બેઠક બાદ આભારવિધિ દરમિયાન મંત્રીઓને 108માં ઘાલવાની વાત કરી હતી. જ્યારે કલેક્ટરને ચીમકી આપી હતી. મંત્રીઓને 108માં નાખવાનું નિવેદન અને કલેક્ટરને ચીમકી આ સ્ટોન ક્રશરના ભાગીદાર રાકેશ અમૃતિયા છે, જેઓ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ છે. રાકેશ અમૃતિયા શરૂઆતથી જ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે અને તેમણે 19 દિવસ સુધી ઉપવાસી છાવણી ખાતે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. આંદોલન પૂર્ણ થયા બાદ ગત તારીખ 9ના રોજ જુદા જુદા જિલ્લાના ખેડૂત આગેવાનોની હાજરીમાં એક સભા યોજાઈ હતી. આ સભામાં આભાર વિધિ કરતી વખતે રાકેશ અમૃતિયાએ રાજ્યના મંત્રીઓને ‘108’માં નાખવાની તેમજ તેમના ઝભ્ભા ફાડી નાખવાની ઉગ્ર વાત કરી હતી. એટલું જ નહીં, તેમણે મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર વિરૂદ્ધ પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને તેમને મોરબી લાવીને ખેતરોમાં નખાતા ખાનગી કંપનીના વીજપોલ સાથે બાંધી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. સ્પીચના 3 જ દિવસમાં સરકારી એક્શન આ વિવાદાસ્પદ નિવેદનની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ, તેના માત્ર 3 દિવસમાં રવિવારે ખાણ ખનીજ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી ગઈ હતી. તેની સાથે જ વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સંયુક્ત તપાસ શરૂ કરી દીધી હતી. ખેડૂત આંદોલન પર અસરની સંભાવના રવિવારના દિવસે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને રાકેશ અમૃતિયાના ભાષણના પ્રત્યાઘાત તરીકે જોવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં આ દરોડાના પડઘા ખેડૂત આંદોલનમાં પણ મોટા પાયે જોવા મળી શકે છે. ------ આ પણ વાંચો 24 જિલ્લામાં કમિટીઓ રચાશે પ્રતિક પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતના તમામ 24 જિલ્લાઓમાં આ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો વર્તમાન પરિપત્ર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હિતમાં ન હોવાનું જણાઈ રહ્યું છે. આ પરિપત્રનો ઊંડો અભ્યાસ કર્યા બાદ, ગામના ખેડૂતો પંચાયતના લેટરપેડ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપશે. હાલમાં ગુજરાતની 18,000 પંચાયતોમાંથી અંદાજે 15,000 જેટલી પંચાયતો તેમના સંપર્કમાં છે. આગામી દિવસોમાં આ તમામ પંચાયતો પોતાના લેટરપેડ પર કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને આ પરિપત્ર સામે વિરોધ નોંધાવશે. આંદોલનના આગામી કાર્યક્રમો હવે પછી જાહેર કરવામાં આવશે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતરના નવા પરિપત્રનો અસ્વીકાર અગાઉ જેતપર ગામે ખેડૂતોએ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા, ત્યાર બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતરના નવા પરિપત્રને ખેડૂતોએ અસ્વીકાર્ય ગણાવ્યો છે. આ આંદોલનને આગળ ધપાવવા માટે ગત 8 અને 9 જુલાઈએ જેતપર ગામે ગુજરાતના 24 જિલ્લાના સરપંચો અને ખેડૂત આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આંદોલનની વ્યુહરચના અંગે વ્યાપક ચર્ચાઓ કરીને જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા. રાજસ્થાનની જેમ ચાર ગણા વળતરની માગ મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો છે. ગઈકાલે 9 જુલાઈએ રાત્રે યોજાયેલી બેઠકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત 12 જિલ્લાના ખેડૂતો ઉપવાસી છાવણીમાં એકત્ર થયા હતા. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીન વળતર અને અન્ય પ્રશ્નોને લઈને પોતાના સૂચનો અને લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર સહિત 12 જિલ્લાના ખેડૂત આગેવાનોએ રાજસ્થાનની જેમ ચાર ગણા વળતરની માગ કરી હતી. સ્થાનિક પ્રશાસન, સરકાર અને રાજ્યના મંત્રીઓ પર આકરા પ્રહાર આ કાર્યકમના અંતે આભારવિધિમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ તેમજ જેટપર આંદોલન સમિતિના સભ્ય અને 19 દિવસ સુધી ઉપવાસ કરનારા રાકેશ અમૃતિયાએ સ્થાનિક પ્રશાસન, સરકાર અને રાજ્યના મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓને "108માં ઘાલવાના" તેમજ મંત્રીઓ અને ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાની વાત કરતાં તેમનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 12 જિલ્લાના ખેડૂતોની બેઠકમાં આભારવિધિ દરમિયાન બદલાયો મિજાજ જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ હતી. ઉપવાસી છાવણીમાં ખેડૂતો દ્વારા વળતર અંગે પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાકેશ અમૃતિયાએ છેલ્લા ઘણા દિવસોથી આંદોલનને મળેલા સહકાર બદલ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આંદોલનમાં સેવાકાર્ય કરનાર મહિલાઓને "ચંડી અને ચામુંડા"નું સ્વરૂપ ગણાવતાં ખેડૂતોને "સિંહ સમાન" ગણાવ્યા હતા. 'પાર્ટ-3 નહીં, હવે પાર્ટ-4 શરૂ કરો', કહી ઉગ્ર લડતનું આહ્વાન આભારવિધિ દરમિયાન જ રાકેશ અમૃતિયાએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આંદોલનનો ત્રીજો તબક્કો નહીં પરંતુ સીધો ચોથો તબક્કો શરૂ કરવાનો સમય આવી ગયો છે. તેમણે આંદોલનકારીઓને કોઈપણ પ્રકારની ધમકીથી ન ડરવાની અપીલ કરી હતી અને કહ્યું કે જો કોઈ ખેડૂત કે આંદોલનકારીને ધમકી આપે તો તેની જાણ સીધી તેમને કરવામાં આવે. તેમણે ખેડૂતોને વધુ આક્રમક રીતે લડત લડવા માટે પણ અપીલ કરી હતી. વળતર નહીં મળે તો મંત્રીઓ સામે આંદોલન તેજ કરવાની ચેતવણી રાકેશ અમૃતિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે જો ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓ સામે સીધી લડત લડવામાં આવશે. તેમણે મંત્રીઓ અને ધારાસભ્યો સામે પણ આકરા શબ્દો વાપર્યા હતા અને સરકાર પર ખેડૂતોની અવગણનાનો આક્ષેપ કર્યો હતો. તેમના આ નિવેદનો બાદ સમગ્ર મામલો રાજકીય રીતે વધુ ચર્ચાસ્પદ બન્યો છે. ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓને 108માં ઘાલવાના તેમજ મંત્રીઓ અને ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના છે એવું નિવેદન વાયરલ થયું છે. પૂર્વ કલેક્ટરના આદેશ સામે પણ વ્યક્ત કર્યો રોષ ભાષણ દરમિયાન રાકેશ અમૃતિયાએ મોરબીના પૂર્વ કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેના સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આદેશને લઈને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો અને ખેડૂતોના હિતમાં વધુ આક્રમક લડત લડવાની વાત કરી હતી. ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેત રાકેશભાઈ અમૃતિયાના આક્રમક નિવેદનો બાદ જેતપરનું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વળતર મુદ્દે ખેડૂતોનો અસંતોષ યથાવત રહેતાં આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બને તેવી ચર્ચા શરૂ થઈ છે, જ્યારે રાકેશભાઈના નિવેદનોને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા જામી છે. જેતપરમાં અમદાવાદ ગાંધીનગર સહિત 12 જિલ્લાના ખેડૂતોનો આક્રોશ મોરબી જિલ્લાના જેતપર ગામેથી વીજપોલના વળતરના મુદ્દે ખેડૂતોના આંદોલનનો ત્રીજો તબક્કો શરૂ કરવાની તૈયારીઓ તેજ બની છે. આંદોલન પાર્ટ-3ની રણનીતિ ઘડવા માટે 9 જુલાઈએ જેતપરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા સહિત 12 જિલ્લાના ખેડૂત આગેવાનો અને સરપંચોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વીજ કંપનીઓ પાસેથી ખેડૂતોને વધુમાં વધુ અને યોગ્ય વળતર કેવી રીતે અપાવી શકાય તેમજ આગામી આંદોલન કઈ રીતે આગળ વધારવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર સહિત 12 જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ એક સૂર સાથે માંગણી કરી છે કે રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર 4 ગણું વળતર આપે નહિતર ખેતરોમાંથી વીજ થાંભલા ઉખેડી નાખીશું. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.) જેતપરમાં રાજકોટ, જામનગર સહિત 12 જિલ્લાના ખેડૂતોની બેઠક સરકારે તાજેતરમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે 8 જૂલાઈની રાત્રે 9:00 વાગ્યે મોરબીના જેતપર ગામે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતો પાસેથી વધુમાં વધુ વળતર કેવી રીતે મેળવી શકાય તે અંગેના સૂચનો મેળવવામાં આવ્યા હતા. (આ સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો) પારણાં સાથે જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ 2 પૂર્ણ મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન-પાર્ટ 2 ભલે સમેટી લેવાયું હોય, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ પૂરી થઈ નથી. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવાનું એલાન કરી દીધું છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના સેમિકન્ડક્ટર હબમાં રાજકોટની એન્ટ્રી:સ્વદેશી ફેબલેસ ટેક્નોલોજીથી આત્મનિર્ભર ભારતને મળશે નવી ગતિ, ડેટા સુરક્ષા તેમજ ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને મળશે મજબૂતી
    Next Article
    US-Iran War Live Updates: US Military Says Traffic "Flowing" In Strait Of Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment